નવજીવન ન્યૂઝ. મુંબઈ: 23 તારીખે દુબઈથી નિકારગુઆ (Dubai to Nicaragua) જઈ રહેલા વિમાનને ફ્રાન્સના (France) વેટ્રી એરપોર્ટ પર રોકવામાં આવ્યું હતું. ફ્રાન્સના અધિકારીઓને એવી માહિતી હતી કે, વિમાનમાં મુસાફરી કરી રહેલા લોકો માનવ તસ્કરીનો (human trafficking) ભોગ બન્યા છે. વિમાનમાં મુસાફરી કરી રહેલા તમામ 300થી વધુ મુસાફરોને વેટ્રી એરપોર્ટ પર જ રાખવામા આવ્યા હતા. બાદમાં ફ્રાન્સના અધિકારીઓએ તસ્કરી બાબતે તપાસ કરવા માટે મુસાફરોની પૂછપરછ કરી હતી. ત્રણ દિવસની તપાસ બાદ ફ્રાન્સની કોર્ટે રોકવામાં આવેલા વિમાનને ઉડાન ભરવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ બાદ વિમાન મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર પહોંચ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ દિવસ અગાઉ દુબઈથી નિકારગુઆ જઈ રહેલા વિમાનને માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકવામાં આવ્યું હતું. ફ્રાન્સના અધિકારીઓને મળેલી માહિતી અનુસાર મુસાફરી કરી રહેલા લોકો માનવ તસ્કરીનો ભોગ બન્યા છે કે કેમ તથા તસ્કરીનો ભોગ બન્યા છો તો તેમાં કોની સંડોવણી છે તે પ્રકારની તપાસ કરવામાં આવી હતી. જો કે ફ્રાંસમાં કાયદા અનુસાર વિદેશી વ્યક્તિને ચાર દિવસ માટે પણ અટકાયતમાં રાખવા જજની પરમીશન લેવી પડે છે.
મુસાફરી કરી રહેલા લોકોમાં મોટાભાગના ભારતીય મુસાફરો અમેરિકા અને કેનેડા જઈ રહ્યા હતા. તપાસમાં મુસાફરોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાથી બે મુસાફરો શંકાસ્પદ જણાયા હતા. પણ આખરે તેમની પાસેથી પણ કઈ વાંધાજનક માહિતી મળી ન હતી. જેથી ફ્રાન્સની કોર્ટે રોકવામાં આવેલા વિમાનને ઉડાન ભરવાની મંજૂરી આપી હતી. ઉડાન ભરવા માટે મળેલી મંજૂરી બાદ સવારે 4 વાગ્યે આ વિમાન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. PTIના જણાવ્યા અનુસાર 276 જેટલા મુસાફરો ભારત પરત ફર્યા છે. જ્યારે 25 જેટલા મુસાફરોએ ફ્રાંસમાં જ શરણ માગી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








