Monday, May 25, 2026
HomeNationalમાનવ તસ્કરીની આશંકાએ ફ્રાંસમાં અટકાવવામાં આવેલ વિમાનને મુક્ત કરવા ફ્રાંસ કોર્ટનો આદેશ

માનવ તસ્કરીની આશંકાએ ફ્રાંસમાં અટકાવવામાં આવેલ વિમાનને મુક્ત કરવા ફ્રાંસ કોર્ટનો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: બે દિવસ અગાઉ દુબઈથી નિકારાગુઆ (Dubai to Nicaragua) જઈ રહેલું વિમાન ફ્રાંસ (France) દ્વારા અટકાવવામાં આવ્યું હતું. 300 જેટલા મુસાફરોને લઈ જઈ રહેલું વિમાન માનવ તસ્કરીનો (human trafficking) ભોગ બન્યું હોવાની આશંકાએ વિમાનને ફ્રાંસમાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં 300 જેટલા ભારતીયો મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે ફ્રાંસમાં વિમાનમાં મુસાફરી કરી રહેલા લોકોની પૂછપરછ તથા તપાસ બાદ ફ્રાન્સની કોર્ટ દ્વારા વિમાનને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દુબઈથી નિકારાગુઆ જઈ રહેલું વિમાન ઈંધણ ભરવા માટે વેટરી એરપોર્ટ પર ઉતર્યું હતું, આ વિમાનમાં 300 જેટલા ભારતીયો પણ મુસાફરી કરી રહયા હતા. ઈંધણ ભરવા માટે ઉતરેલા વિમાન માટે ફ્રેંચ અધિકારીઓને માહિતી મળી હતી કે, વિમાનમાં મુસાફરી કરી રહેલા લોકો માનવ તસ્કરીનો ભોગ બન્યા છે. માહિતીને આધારે વિમાનને ટેક ઓફ કરવાથી રોકવામાં આવ્યું હતું. વેટ્રી એરપોર્ટના રિસેપ્શન હોલને વેઇટિંગ એરિયામાં ફેરવી દેવામાં આવ્યો હતો. તમામ મુસાફરોને આ જગ્યાએ રાખાવામાં આવ્યા હતા. પણ ફ્રાંસમાં એવો કાયદો છે કે, વિદેશી વ્યક્તિને ચાર દિવસ કરતાં વધુ દિવસ અટકાયતમાં રાખી શકાતો નથી. તે માટે ન્યાયાધીશની મંજૂરી લેવી પડે છે. જો કે ફ્રાન્સના ન્યાયાધીશ 8 દિવસ સુધીની કસ્ટડી વધારી શકે છે. પણ ગંભીર પ્રકારના કેસમાં સંડોવાયેલ વ્યક્તિ માટે આ અવધિ 24 દિવસ સુધી પણ વધારી શકાય છે.

- Advertisement -

ફ્રાન્સના અધિકારીઓએ ફ્લાઈટનું સંચાલન કરી રહેલા ક્રૂ મેમ્બરોની પણ પૂછપરછ કરી હતી. પણ તમામ ક્રૂ મેમ્બરને જવા દેવામાં આવ્યા હતા. 300 જેટલા ભારતીયોમાં 11 સગીર છે. મુસાફરી કરી રહેલા બે લોકોને હજી પણ અટકાયતમાં રાખવામા આવ્યા છે. જો કે મુસાફરી કરી રહેલા મોટાભાગના મુસાફરો કામદારો હોવાનું કહેવાઈ રહ્યું છે. મુસાફરો કેનેડા અને અમેરિકા જઈ રહયા હોવાની વાત પણ સામે આવી છે. કોર્ટે રોકવામાં આવેલા વિમાનને ઉડાન ભરવાની છૂટ આપી છે પણ તે વિમાન ક્યાં જશે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular