Thursday, October 16, 2025
HomeGujaratRajkotહિટ એન્ડ રન યથાવત, વાહનચાલકે ત્રણ સંતાનોના પિતાને અડફેટે લેતાં પિતાએ ગુમાવ્યો...

હિટ એન્ડ રન યથાવત, વાહનચાલકે ત્રણ સંતાનોના પિતાને અડફેટે લેતાં પિતાએ ગુમાવ્યો જીવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: ગુજરાતમાં હિટ એન્ડ રનની (Hit and Run) અનેક ઘટનાઓ સામે આવી છે. રાહદારીના જીવની જાણે કોઈ કિંમત જ ન હોય તે રીતે વાહન ચાલકો રાહદારીઓને કચડી મારતા હોય છે. શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સામાન્ય છે ત્યારે હવે રાજકોટ-ભાવનગર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના મહીકા રોડ પર આવેલી રાધિકા રેસિડેન્સીમાં રહેતા અને ગૌશાળામાં રહેતા અનુપસિંહ રાઠોડ લકીરાજ પ્લોટથી આગળ ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલા વાહન ચાલકે અનુપસિંહને જોરદાર ટક્કર મારી હતી. અજાણ્યા વાહન ચાલકે મારેલી જોરદાર ટકકારને લઈ અનુપસિંહ રાઠોડ જમીન પર પડી ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે અનુપસિંહ રાઠોડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પણ સારવાર દરમિયાન અનુપસિંહ રાઠોડ મોતને ભેટ્યા હતા. અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો.

- Advertisement -

મૃતક અનુપસિંહ રાઠોડને બે દીકરી અને એક દીકરો હોવાની માહિતી મળી રહી છે. ઘટનાને લઈ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે રવિરાજસિંહ જાડેજા નામના વ્યક્તિએ અજાણ્યા વાહન ચાલક સામે IPC 279, 304-A તથા મોટર વ્હીકલ એકટની કલમ 177, 184, 134 મુજબની ફરિયાદ નોંધાવી છે. આજીડેમ પોલીસે પણ અકસ્માત કરીને ફરાર થઈ જનાર આરોપીને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular