Friday, February 7, 2025
HomeGujaratSuratસુરતના સલાબતપુરામાં લૂંટ સાથે હત્યાની ઘટના સામે આવતા મચી ચકચાર

સુરતના સલાબતપુરામાં લૂંટ સાથે હત્યાની ઘટના સામે આવતા મચી ચકચાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: ગુજરાતમાં લૂંટ કરવાના ઈરાદે હત્યાના બનાવોએ સતત બની રહ્યા છે. કાયદાનો જાણે કોઈ ડર જ ન હોય તે રીતે લૂંટારાઓ લૂંટ અને હત્યાની ઘટનાને અંજામ આપતા હોય છે. ત્યારે સુરતમાં (Surat) લૂંટ (Loot) કરવા આવેલા લૂંટારુઓએ (Robbers) વૃદ્ધની હત્યા કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સલાબતપુરામાં આવેલા નવાબવાડી કુબેરજી હાઉસની સામે આવેલા મકાનમાં લૂંટ કરવા આવેલા લૂંટારુઓએ વૃદ્ધાની હત્યા કરી નાખી છે. પરિવારના સભ્ય ભરત પ્રજાપતિએ જણાવ્યા પ્રમાણે ઘટના વહેલી સવારે 3થી 4 વાગ્યાની આસપાસની છે. લૂંટ કરવા આવેલો વ્યક્તિ ઘરની સ્લાઈડ વિન્ડો દ્વારા ઘરમાં પ્રવેશ્યો હતો અને એપલ તથા MSI કંપનીના બે લેપટોપની ચોરી કરી ભાગી રહ્યો હતો. ત્યારે તેઓ જાગી ગયા હતા. તેમણે લૂંટારુને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ લૂંટારુએ ભરત પ્રજાપતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમને મોઢાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. તે બાદ લૂંટારુ એમ આઈ કંપનીનો મોબાઈલ ફોન અને હેડ ફોન સહિતની ચોરી કરીને ભાગાવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ભરત પ્રજાપતિની બૂમાબૂમ સાંભળી પરિવારના સભ્યો જાગી ગયા હતા. પણ એવામાં ગીતાબેન બાથરૂમ જવા માટે આવતા તેમને પીઠના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા. ગીતાબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા હતા અને લૂંટારુ લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો.

- Advertisement -

ઘટનાને લઈ ગીતાબેનને સિસ્મર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તબીબોએ ગીતાબેનને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા સલાબતપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અજાણ્યા આરોપી સામે લૂંટ અને હત્યા સહિતની કલમો મુજબની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular