Friday, July 17, 2026
HomeGujaratAhmedabadશાસક પક્ષ દ્વારા ચૈતર વસાવાને ભાજપમાં જોડાવા દબાણ કરવામાં આવી રહ્યું છે,...

શાસક પક્ષ દ્વારા ચૈતર વસાવાને ભાજપમાં જોડાવા દબાણ કરવામાં આવી રહ્યું છે, વર્ષા વસાવાના ગંભીર આક્ષેપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) પોલીસ પકડથી દૂર છે. વન વિભાગના કર્મીને માર મારવા તથા ફાયરિંગ કરવાના આરોપસર ચૈતર વસાવા પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ચૈતર વસાવાને પકડી પાડવા પોલીસ મથી રહી છે. ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવા પર પણ વન વિભાગે ફરિયાદ દાખલ કરી હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ચૈતર વસાવા પર નોંધાયેલી ફરિયાદને લઈ તેમના પત્ની વર્ષા વસાવા તથા આદિવાસી નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ ભાજપ (BJP) પર આકરા પ્રહારો કરતાં રાજકારણ ગરમાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે અમદાવાદમા આવેલા સર્કિટ હાઉસ ખાતે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા અને આદિવાસી નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર વન વિભાગના કર્મીઓ સાથે મારામારી કરવાની જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે બિલકુલ પાયાવિહોણી છે. વધુમાં વર્ષા વસાવાએ કહ્યું કે, આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ચૈતર વસાવાએ લોકસભાની ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તેમ ઈચ્છે છે. જેના કારણે કોઈને કોઈ પ્રકારે ચૈતર વસાવાને હેરાન કરવામાં આવી રહ્યા છે.

- Advertisement -

વિશેષમાં વર્ષા વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવાએ વનકર્મી-ખેડૂતો વચ્ચે સમાધાનના પ્રયાસો કર્યા હતા. પોલીસકર્મીઓ બળજબરીથી અમારા ઘરમાં ઘૂસ્યા હતા. પોલીસ અધિકારીઓએ આખી રાત હેરાન કર્યા હતા. શકુંતલાબેનને આખો દિવસ પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા હતા. FIRમાં ખોટી રીતે કલમો ઉમેરવામાં આવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular