Saturday, May 23, 2026
HomeGujaratRajkotભારતીય બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ સાથે કુખ્યાત આરોપીની રાજકોટ ક્રાઈમ બ્રાંચ...

ભારતીય બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ સાથે કુખ્યાત આરોપીની રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: દેશમાં દિવાળીની શરૂઆત થઈ ગઈ છે. દિવાળીના તહેવાર સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કવાયત હાથ ધરી છે. પોલીસ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પણ પોતાના તમામ સ્ત્રોતો કામે લગાવી રહી છે, ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાંચે (Rajkot Crime Branch) ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીની ભારતીય પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ સાથે ધરપકડ કરવાના સામાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં ફરાર આરોપીઓને ઝપાપી પાડવા પોલીસ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર રાજૂ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી જેલહવાલે કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. પોલીસ કમિશ્નરની કડક સૂચના અન્વયે ક્રાઈમ બ્રાંચ આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્નશીલ હતી. તે દરમિયાન પોલીસ સબ ઈન્સ્પેકટર એ. એન. પરમાર તથા પોલીસ કોન્સટેબલ અશોક ડાંગરને ચોક્કસ બાતમી મળી હતી કે, એક વ્યક્તિ ભારતીય બનાવટની પિસ્ટલ તથા જીવતા કારતૂસ સાથે આસપાસના વિસ્તારમાં છે.

- Advertisement -

પોલીસને (Rajkot Police) મળેલી બાતમીને આધારે પોલીસ ઈન્સ્પેકટર બી. ટી. ગોહિલ તથા તેમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા કુખ્યાત આરોપી ભરત રઘુ કુંગશિયાની ભારતીય બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ નંગ-11 સાથે ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ભરત કુંગશિયા સામે અનેક કેસો નોંધાયેલા છે. આરોપી સામે અગાઉ મારામારી, લૂંટ, હત્યાનો પ્રયાસ તથા પ્રોહિબિશન મુજબ અનેક ફરિયાદો નોંધાયેલી છે. આરોપી ભરત કુંગશિયા ઘણા સમયથી ફરાર હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular