Sunday, May 31, 2026
HomeGeneralપંચમહાલ: પતંગબજારમાં મંદીનો માહોલ વચ્ચે MIRZAPUR વેબસિરિઝના કાલીન ભૈયા પતંગ પર છવાયા

પંચમહાલ: પતંગબજારમાં મંદીનો માહોલ વચ્ચે MIRZAPUR વેબસિરિઝના કાલીન ભૈયા પતંગ પર છવાયા

- Advertisement -

નવજીવન.પંચમહાલઃ ઉત્તરાયણ પર્વને આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેર સહિત તાલૂકાઓમાં ઠેરઠેર પતંગોના સ્ટોલો ખુલી ગયા છે. પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.સાથે પતંગ અને દોરામાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.પાછલા વર્ષોમાં કોરોનાને લીધે પંતગના વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.ત્યારે ફરી મંદીના ગ્રહણના કારણે વેપારીઓને માથે હાથ દેવાનો વખત આવ્યો છે.

- Advertisement -



પંચમહાલ જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે.બજારમાં અવનવી પંતગોનુ વેચાણ થઈ રહ્યું છે. પાંચ રૂપિયાથી માંડીને વીસ રૂપિયા સુધીની પંતગોનુ વેચાણ થઈ રહ્યું છે.સાથે પતંગ ચગાવા માટેના તૈયાર ફીરકા અને સૂરતી માંજાનું પણ વેચાણ થઈ રહ્યું છે. જેમાં સો રૂપિયાથી માંડીને પાચસો રૂપિયા સુધીના તૈયાર ફીરકા મળી રહ્યા છે. હાલ પતંગરસિયાઓ મોટા ભાગે દોરો સૂતાવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પતંગના વેપારીઓ દોરો સૂતાવા માટે પણ સ્ટોલ્સ ખોલી દીધા છે. પંતગ બજારમાં આ વખતે વેબ સિરિઝ “મિર્ઝાપુર સહિતના પોસ્ટર્સ વાળી પતંગો આર્કષણનું કેન્દ્ર બની છે. સાથે પતંગ, દોરા, ફીરકી સહિતનુ વેચાણ થઈ રહ્યું છે પણ ઉત્તરાયણના પર્વને મંદીનું ગ્રહણ લાગ્યું છે. બજારમાં ઘરાકી ઓછી જોવા મળતા વર્ષોથી પતંગ-દોરાનો વેપાર કરતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવું છે આ વખતે પતંગ-દોરામાં પણ વીસ ટકાનો ભાવ વધારો થયો છે. વધુમાં આ વર્ષે બજારમાં ગત વર્ષે કરતા ઘરાકી ઓછી જોવા મળતા મંદીનો માહોલ છે. ઉત્તરાયણના ચાર-પાંચ દિવસ પહેલા જેટલી ઘરાકી ગત વર્ષ જોવા મળી હતી. તેટલી ઘરાકી આ વર્ષ જોવા મળી નથી. સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ મનાવતા આવતા લોકો ઉત્તરાયણને આગલે દિવસે આવતા હોય છે. વેપારીઓ ઉત્તરાયણ પહેલા સારી ઘરાકી થાય તેવી આશા રાખી રહ્યા છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular