Thursday, April 30, 2026
HomeGujaratખનીજચોરી બાબતે મુંખ્યમંત્રીને રજૂઆત કરતાં MLAના પુત્ર અર્જુનસિંહે હુમલો કરાવ્યાનો ગંભીએ આક્ષેપ,...

ખનીજચોરી બાબતે મુંખ્યમંત્રીને રજૂઆત કરતાં MLAના પુત્ર અર્જુનસિંહે હુમલો કરાવ્યાનો ગંભીએ આક્ષેપ, ઘટના CCTVમાં કેદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અબડાસા: Kutch News: ગુજરાતમાં ખનીજચોરો બેફામ બન્યા છે. વહીવટીતંત્ર પણ આ બાબતે કોઈ નક્કર પગલાં લઈ રહ્યું નથી. જેનો અર્થ એમ પણ કરવામાં આવે છે કે, તંત્ર પણ ખનીજચોરો સામે રહેમ નજર રાખે છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ કે જે આવા ખનીજચોરો (Minerals Theft) સામે અવાજ ઉઠાવે છે તેને પણ શારીરીક નુકસાન પહોંચાડવાના કિસ્સા સામે આવતા રહે છે ત્યારે વસંત ખેતાણી કે જેઓ પાટીદાર અગ્રણી છે તેઓએ અબડાસા (Abdasa) ધારાસભ્ય પ્રદ્યુમનસિંહના પુત્ર અર્જુનસિંહ પર હુમલો કરાવાનો ગંભીર આરોપ લગાવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વસંત ખેતાણી કે જેઓ, પાટીદાર અગ્રણી છે તેમના પર બે માણસોએ લાકડી વડે હુમલો કર્યો હતો. નખત્રાણા પાસે આવેલી તેમની ઓફિસ પર બે અજાણ્યા યુવકો દ્વારા વસંત ખેતાણી પર હુમલો કરવામાં આવ્યો હતો. વસંત ખેતાણી આ હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા. વસંત ખેતાણી પર થયેલા હુમલાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કોઈ અજાણ્યા વ્યક્તિઓ સીધા જ વસંત ખેતાણીની ઓફિસમાં જઈ લાકડી વડે વસંત ખેતાણીને માર મારે છે અને ત્યારબાદ વસંત ખેતાણી ત્યાથી ભાગી છૂટે છે.

- Advertisement -

હુમલા બાદ વસંત ખેતાણીએ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહના પુત્ર અર્જુનસિંહ પર હુમલો કરાવયાનો આરોપ લગાવતા કહ્યું કે, ખનીજચોરી બાબતે તેઓએ મુંખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. જેના કારણે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહના પુત્ર અર્જુનસિંહે પોતાના પર હુમલો કરાવ્યો છે તેમ વસંત ખેતાણીએ જણાવ્યું છે. ધારાસભ્યના પુત્ર પર આક્ષેપ કરતો પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular