નવજીવન ન્યૂઝ. વાપી: દેશમાં અને ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. રોજ રોજ દુષ્કર્મના અસંખ્ય કેસો નોંધાય છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ નાની બાળકી પર દુષ્કર્મ કરે ત્યારે તેની મનોવૃત્તિ કેવા પ્રકારની હશે તેની કલ્પના કરવી અઘરી છે. ત્યારે વાપીમાં (Vapi) મંગળવારે વાપીના દમણગંગા નદી કિનારેથી 9 વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. જેના પગલે પોલીસે (Vapi Police) તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો છે સાથે જ બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, વાપીના ડુંગળી ફળિયામાં રહેતા મુસ્લિમ પરિવારની 9 વર્ષની દીકરીની લાશ વાપીના દમણગંગા નદી કિનારેથી મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જીલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તથા બાળકી સાથે શું થયું અને કોણે ઘટનાને અંજામ આપ્યો તે બાબતે પોલીસે તપાસ આદરી હતી. પોલીસે આદરેલી તપાસમાં આજુબાજુના તમામ CCTV તપાસવામાં આવ્યા હતા તથા સંબંધિત લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. અંતે પોલીસે તપાસેલા CCTVમાં એક વ્યક્તિ બાળકીને હાથ પકડીને લઈ જતો જોવા મળી રહ્યો હતો. CCTVમાં નજરે પડેલી વ્યક્તિને ઝડપી પાડવા પોલીસે ડુંગરા વિસ્તારમાં પાંચ જેટલી ચેકપોસ્ટ ઊભી કરી હતી. પોલીસે આજુબાજુના રહીશોના નિવેદન પણ લીધા હતા.આજુબાજુના લોકોએ પણ આરોપીને પકડી પાડવા મદદ કરી હતી. જેના કારણે પોલીસને બાતમી મળી હતી કે, આરોપી કરવડ ગામની સીમમાં સંતાયો છે. બાતમીને આધારે પોલીસે સર્ચ કરતાં કરવડ ગામની સીમમાંથી આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપીને ઝડપી પાડી વધુ તપાસ માટે પોલીસ દ્વારા રિમાન્ડ માગવામાં આવ્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ કોર્ટે આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ ગંભીર ઘટના બાબતે વાત કરતાં એસપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ ગંભીર છે અને આરોપીને કડક સજા થાય તે માટે સંબંધિત લોકોના નિવેદનો, મેડિકલ રિપોર્ટ તથા પૂરતા પુરાવા સાથે માત્ર 20 દિવસમાં આરોપી સામે તહોમતનામું દાખલ કરવામાં આવશે. તેમજ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી પણ કોર્ટને દરખાસ્ત કરવામાં આવશે. વધુમાં કરણરાજ વાઘેલાએ એમ પણ જણાવ્યું હતું કે, નવા કાયદા મુજબ 376 (A)(B)માં ફાંસીની સજા સુધીની જોગવાઈ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








