Thursday, June 4, 2026
HomeGujaratકોણ બનશે કડી નગરપાલીકાના પ્રમુખ ?

કોણ બનશે કડી નગરપાલીકાના પ્રમુખ ?

- Advertisement -

તોફિક ઘાંચી (નવજીવન ન્યૂઝ. કડી): Mehsana News: કડી નગરપાલીકામાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીને (Kadi Nagarpalika President Election) અનુલક્ષી રાજકીય માહોલ ગરમાયો છે. કડીમાં (Kadi) 13 સપ્ટેમ્બર બુધવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે, ત્યારે મહેસાણા (Mehsana) કમલમે દાવેદારોના સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરી છે. 2021માં થયેલી નગરપાલીકાની ચૂંટણીમાં ભાજપે 35 સીટો મેળવી ઇતિહાસ સર્જ્યો હતો. વર્તમાન પ્રમુખ ભરત પટેલ અને ઉપપ્રમુખ દક્ષા પ્રજાપતિની અઢી વર્ષની ટર્મ પુરી થવા આવી છે. ત્યારે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે તજવીજ ભાજપે શરૂ કરી દીધી. આ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી અને મલાઈદાર પદ મેળવવા માટે દાવેદારો અત્યારથી એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. અત્રે મહત્વનું છે કે, આ વખતે કડી નગરપાલિકામાં પ્રમુખ માટે બિનઅનામત મહિલા બેઠક રોસ્ટર પ્રમાણે ફાળવાઇ છે.

કડી નગરપાલીકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની પાર્ટીએ નક્કી કર્યા મુજબ ટર્મ પુરી થતા હવે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ, દિપીકાબેન સરડવા અને દુષ્યંત પંડ્યા ત્રણ નિરીક્ષકોએ આવી સેન્સ પ્રકીયા આદરી છે. વર્ષ 2021માં યોજાયેલી ચૂટણીમાં કડી નગરપાલિકામાં ભાજપના 35 કોર્પોરેટરો અને કોગ્રેસના એકની જીત થઈ હતી. હવે કડી નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે મહિલા પ્રમુખની વરણી થશે. જે માટે પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે 13મી તારીખે ચૂંટણી યોજશે.

- Advertisement -

હાલ કડી નગરપાલિકાના મહીલા કોર્પોરેટર્સ પ્રમુખ બનવા માટે એડીચોટીનું જોર લગાવી પોતાની મજબુત દાવાદારી નોંધાવી રહ્યા છે. ત્યારે તે જોવામનું રહ્યું કે, કડી નગરપાલીકાના નવા નિમાયેલા પ્રમુખ કડીના શહેરીજનોના પ્રાથમિક સુવિધાના પ્રશ્રોનું કેટલું ઝડપી નિરાકરણ લાવશે ?

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular