Wednesday, July 8, 2026
HomeGujaratજમીનના ઝગડામાં ભત્રીજાએ કાકા કાકીનું ઢીમ ઢાળી દીધું, જાણો શું હતી સમગ્ર...

જમીનના ઝગડામાં ભત્રીજાએ કાકા કાકીનું ઢીમ ઢાળી દીધું, જાણો શું હતી સમગ્ર ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બોટાદ: Botad News: ગુજરાતીમાં એક કહેવત છે, ‘જળ, જમીન અને જોરૂ કાજીયાના છોરુ.’ મોટાભાગના કૌટુંબિક કે પારિવારીક ઝગડામાં કાજીયાનું મૂળ જળ, જમીન અથવા સ્ત્રી સાથે જોડાયેલું હોય છે. આ ત્રણ બાબતો સાથે શરૂ થયેલો ઝગડો પેઢી દર પેઢી સુધી ચાલતો રહે છે અને કેટલાક ઝગડાઓમાં હત્યા સુધીની ઘટના પણ બની જતી હોય છે. આવી જ એક ઘટનામાં બોટાદ (Botad) જીલ્લાના ઘુફણિયા ગામમાં ભત્રીજાએ જમીનના ઝગડામાં (land dispute) કાકા-કાકીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, બોટાદ જિલ્લાના ગઢડાના ઘુફણિયા ગામમાં જમીન અંગેના પારિવારીક ઝગડામાં જયદીપ નામના 20 વર્ષીય યુવકે તેના કાકા-કાકી પર ટ્રેક્ટર ચડાવી ક્રૂર હત્યા કરી દીધી છે. ઘુફણિયા ગામના 65 રહેવાસી ગણેશ રાઘવાની અને તેમના ભત્રીજા વચ્ચે જમીન બાબતે અવાર-નવાર બોલાચાલી થતી હતી. કાકા-કાકી પોતાની બાઈક પર જઈ ખેતરે જઈ રહ્યા હતા હતા, ત્યારે ભત્રીજાએ ટ્રેક્ટર વડે ટક્કર મારી કાકા-કાકીને પાડી દીધા હતા. ત્યારબાદ ભત્રીએ કાકા-કાકી પર હત્યા કરવાના ઈરાદા સાથે ટ્રેક્ટર ફેરવી દેતાં કાકાનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે કાકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

પરંતુ સારવાર દરમિયાન કાકીનું પણ મૃત્યુ થયું હતું. આ બંને પરિવારો વચ્ચે 9 વીઘા જમીન બાબતે કેટલાક સમયથી ઝગડો ચાલી રહ્યો હતો. ભત્રીજાએ કાકા-કાકીની ઘાતકી હત્યા કરતાં ચકચાર મચી ગયો છે. ગઢડા પોલીસે (Gadhada Police) આરોપી જયદીપની ધરપકડ કરી આરોપી સામે ડબલ મર્ડરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીના કાકા ગણેશભાઈએ આરોપીની જમીન પર વર્ષોથી કબજો કર્યો હોવાની વાત સામે આવી છે. લાંબા સમયથી ચાલી રહેલા જમીન અંગેનો વિવાદનો લોહિયાળ અંત આવ્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular