નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ભાજપના દિલ્હીના સાંસદની સંસ્થા દ્વારા 2001માં ભૂકંપ દરમિયાન અસરગ્રસ્ત ગામ દુધઈમાં પુનઃવસનના નામે કરોડો રૂપિયાના જમીન કૌભાંડનો (Dudhai Rehabilitation Land Scam) મામલો સામે આવ્યો છે. સંસ્થા દ્વારા ગામની સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી શાળા, કોલેજ, કોમ્યુનિટી હોલ, પોલીસ સ્ટેશન અને પોસ્ટ ઓફીસ જેવી સરકારી કચેરી પાસેથી મસમોટું ભાડુ વસુલામાં આવી રહ્યું છે, જેને લઇ આજે કચ્છ (Kutch) કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા વી. કે. હુંબલે પત્રકાર પરિષદ યોજી ભાજપના સાંસદ પ્રવેશ વર્મા (Parvesh Verma) પર ગંભીર આરોપ કર્યા છે.
વી. કે. હુંબલે જણાવ્યું હતું કે, 2001માં કચ્છના પ્રથમ ગામ દુધઈનું લોકાર્પણ તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના દુધઈ ગામના પુનર્વસનની કામગીરી ‘રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા’, દિલ્હી દ્વારા કરવામાં આવી હતી, જેના પ્રમુખ દિલ્હીના પૂર્વ CM સાહિબ સિંહ વર્મા હતા અને હાલ તેમના પુત્ર અને દિલ્હીના ભાજપ સાંસદ પ્રવેશ વર્મા છે. જે સ્વાભિમાન સંસ્થાએ છેલ્લા 22 વર્ષથી દુધઈ ગામ પર કબજો કરેલો છે.
તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, આ સંસ્થા દ્વારા સેવા કરવાના નામે સરકારી જમીનો ઉપર દબાણ કરી ગેરકાયદેસર રીતે કોલેજ, હાઈસ્કુલ, પ્રાથમિક શાળાઓ અને કોમ્યુનીટી હોલ બનાવી અને કોમર્શીયલ ધોરણે મસમોટી રકમ ભાડા પેટે વસુલવામાં આવી રહી છે. સાંસદની સંસ્થા દ્વારા કુલ 648 મકાનો બનાવવામાં આવ્યા, જેમાં દુધઈ ગ્રામજનોને માત્ર 476 મકાનો ગ્રામજનોને આપ્યા છે. બાકીના ૧૭૨ જેટલા મકાનો સંસ્થાએ પોતાના કબ્જામાં રાખ્યા છે.
જે પૈકી આ સંસ્થા 8થી 10 લાખ રૂપિયામાં અન્ય બહારના લોકોને મકાન વેચી દીધા છે. સંસ્થા દ્વારા ગામની સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી શાળા, કોલેજ, કોમ્યુનિટી હોલ, પોલીસ સ્ટેશન અને પોસ્ટ ઓફીસ જેવી સરકારી કચેરી પાસેથી મસમોટું ભાડું વસુલાઈ રહ્યું છે. સંસ્થા દ્વારા શોપિંગ સેન્ટર બનાવી ટ્રસ્ટના નિયમોનું ઉલ્લઘન કરી આ સંસ્થા દ્વારા ગ્રામજનો માટે કોમ્યુનીટી હોલ સરકારની ભાગીદારીથી સાથે બનેલો હોવા છતાં 15થી 20 હાજર જેટલું ભાડું કોઈ પણ પ્રસંગ માટે વસુલ કરાય છે. આ બાબતે વી. કે. હુંબલ દ્વાર કચ્છ જિલ્લા કલેકટરને અનેક રજૂઆત કરવામાં આવી છે. છતાં કલેક્ટર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જેને લઇ તેમણે સમગ્ર કૌભાંડમાં તટસ્થ તપાસ કરવામાં આવ અને જવાબદાર લોકો સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માગ કરી છે.
Tag: Kutch Rehabilitation Scam, Dudhai Land Scam
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








