નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: ટેક્નોલોજીના યુગમાં દિવસેને દિવસે સાયબર ક્રાઇમની (Cyber Crime) ઘટનાઓ સતત બનતી રહે છે. છેતરપિંડી આચારનારા તત્વો અવનવી રીતે સામાન્ય લોકોને ઠગે છે. ઓનલાઇન છેતરપિંડીમાં (Online Cheating) બેંકમાંથી ઓટીપી મારફતે પૈસા લઇ લેવા, વેબસાઈટ હેક કરી રકમ અન્ય ખાતામાં સેરવી લેવાની અનેકો ઘટના સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. હવે એક અમદવાદ ટ્રાવેલ્સના ધંધા સાથે સકળાયેલા વ્યક્તિની વેબસાઈટ હેક કરી હરિયાણાના હેકરે લાખો રૂપિયાનું ફ્રોડ (Fraud) કર્યું હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં (Ahmedabad Cyber Crime Branch) નોંધાઈ હતી. ત્યારે આજે પોલીસે હરિયાણાથી (Haryana) આ ઠગની (Thug) ઘરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ રહેતા ફરિયાદી હોટેલ બુકિંગ, એર ટિકિટ બુકિંગ અને બસ બુકિંગ સહિત વેબસાઈટ અને એપ્લિકેશન દ્વારા ટ્રાવેલ્સનો ધંધો કરે છે. ફરિયાદી જ્યારે એર ટિકિટ, હોટેલ બુકિંગ તેમજ બસ ટિકિટ બુકિંગ કરાવે તો તેને મળવાપાત્ર રકમ આરોપી વેબસાઈટ હેક કરી પોતાના ખાતમાં મેળવી લેતો હતો અને ફરિયાદના ખાતામાં માત્ર એકથી દોઢ રૂપિયા જેટલી રકમ જ જમાં થતી હતી. આરોપીએ ફરિયાદીની વેબસાઈટ પરથી 7 લાખ રૂપિયાથી વધુની રકમ સેરવી લીધી હતી. જેને લઇ આ સમગ્ર મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં સાયબર ફ્રોડ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનાને લઇ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી હતી કે, આ છેતરપિંડી હરિયાણાથી થઈ રહી છે. જેને લઇ સાયબર ક્રાઇમની એક ટીમ ટેક્નિકલ માહિતીના આધારે હરિયાણાના હિસાર જિલ્લામાં પોહચી હતી. સાયબર ક્રાઇમની ટીમે ત્રણ દિવસ સુધી હિસારમાં રોકાણ કરી સાયબર ફ્રોડ અચરનારા ભેજાબાજ અમર જગદીશ હેરી જે હરિયાણાનો રહેવાસી છે, તેની ધરપકડ કરી છે.
સાયબર ક્રાઇમને આરોપી પાસેથી જુદા-જુદા ડીવાઈસ તેમજ વેબસાઈટ હેક કરવા માટેના સોફ્ટવેર સહિત વસ્તુ મળી આવી હતી. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, તેના દ્વારા પેમેન્ટ સાઈટ ફેસિલીટી અને જે વેબસાઈટની સિક્યોરિટી નબળી હોય તેવી વેબસાઈટને શોધી તેમાં હેકિંગ સીસ્ટમ ફિક્સ કરી હોટેલ બુકિંગ, એર ટિકિટ બુકિંગ અને બસ બુકિંગ સહિત વેબસાઈટમાં હેક કરી એજન્ટ દ્વારા જે પૂરા પૈસા ચૂકવવા આવે તે આરોપી ચાઉં કરી જતો હતો. સંચાલકને એકથી બે રૂપિયા જેટલી રકમ મળતાં 7 લાખથી વધુ રૂપિયા આવી રીતે આરોપીએ એજન્ટની વેબસાઈટ પરથી સેરવી લીધા હોવાનું સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








