નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar Accident : ગાંધીનગરમાં (Gandhinagar) ફરી એક વાર એક બેફામ કાર ચાલકની બેદરકારીએ અકસ્માત (Car Accident) સર્જ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે એક કાર ચાલકે નશામાં કાર ચલાવતા ફૂટપાથ પર સૂઈ રહેલા શ્રમિકોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે. સ્થાનિકોએ ગાંધીનગર સેક્ટર 7 પોલીસને (Gandhinagar Sector 7 Police) ઘટનાની જાણ કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર ચાલકની ધરપકડ કરી હતી. સાથે જ અકસ્માત સર્જનારી કારમાં પોલીસ લખેલું બોર્ડ (Police Board) પણ મળી આવ્યું હતું.
ગઈકાલે રાજકોટના બેફામ સ્કોર્પિયો ચાલકે એક લારી ચાલક અને બાઈક ચાલકને અડફેટે લીધા હતા. તે ઘટનાની શાહી હજુ સુકાઇ નથી, ત્યારે આજે વધુ એક આવી જ ઘટના ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજરોજ સવારે ચાર વાગ્યાના અરસામાં એક બેફામ કારચાલકે સેક્ટર-7 પાસે ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. અકસ્માતના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કારમાંથી એક ગ્લાસ, પોલીસ લખેલું બોર્ડ અને બાઇટિંગ સહિત વસ્તુઓ પણ મળી આવી હતી. જેના પગલે ત્યાં હજાર લોકોએ કારચાલક દારૂ પીધેલી હાલમાં હોવાના આરોપો કર્યા હતા. ઘટનાની જાણ લોકોએ પોલીસને કરતા સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સરકારી હોસ્પીટલ મોકલી આપી હતી.
પોલીસે કારચાલક દિલેર પરમાર ઉર્ફે બંટીની ધરપકડ કરી છે, જે મૂળ ગાંધીનગર સેકટર ૨૧ નો રહેવાસી છે. સેક્ટર 7 પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ સહિત અકસ્માત અંગેની અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે પોલીસનું બોર્ડ મારેલી કાર કોની છે, તે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








