નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: કેટલીક વખત નેતાઓ પ્રજાની સેવા કરવાના નામે ઉંચા પદ તો મેળવી લે છે, પણ જ્યારે ખરેખર પ્રજાની સેવા અને સમસ્યાનું નિરાકરણ કરવાનો વારો આવે ત્યારે તેઓ જવાબદારીથી હાથ ખંખેરી લેતા હોય છે. આવી જ ઘટના આજરોજ સુરતના મહાનગરપાલિકામાં (Surat Municipal Corporation) જોવા મળી હતી. જેમાં સુરતના મેયર હેમાલી બોઘાવાલા (Surat Mayor Hemali Boghawala) એ જનતાની રજૂઆતો સાંભળવાને બદલી ગાડી છોડી બાઈક પર નાસી જવાનું યોગ્ય સમજ્યું હતું.
વર્ષ 2006થી સુરતના પુણા વિસ્તારના વોર્ડ નંબર 16ને મહાનગરપાલિકામાં સમાવી લેવાયો હતો, પરંતુ આ વિસ્તારમાં આજે પણ ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી જનતા વંચીત છે, ત્યારે કંટાળીને આખરે વોર્ડ નંબર 16ના સ્થાનિકો આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party) આગેવાનીમાં ગતરોજ 21 ઓગસ્ટના રોજ સુરત મહાનગરપાલિકા ખાતે ઘરણા પ્રદર્શન કરી રજૂઆત કરવા પહોંચ્યા હતા.
વોર્ડ નંબર 16ના રહિશો મેયર હેમાલી બોઘાવાલાને પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ મેયર તો મેયર છે એમને જનતાના અવાજને અને રજૂઆતને સાંભળવાને બદલે ભાગી જવાનું યોગ્ય સમજ્યું હતું. મેયર હેમાલી બોઘાવાલા પ્રજાની રજૂઆત સાંભળવાને બદલે ચાલતા થઈ જતા પ્રજા વિફરી હતી અને હેમાલી બોઘાવાલાને ઘેરી રજૂઆત કરવાનો પ્રયાસ કરવા લાગી હતી. પરંતુ મેયર હેમાલી બોઘાવાલાને જાણે પ્રજા સાથે કોઈ લેવા-દેવા ન હોય તે પ્રકારે તેમણે પોતાની કાર છોડી પી.એ.નું બાઈક પકડ્યું અને સ્થળ પરથી નાસી ગયા હતા.
આ બાબતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરીયા (Payal Sakariya) એ સુરતના મેયરને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, “સુરતના મેયર ત્રીજા દરવાજેથી બાઈકમાં બેસી ભાગી છૂટ્યા છે. જનતાને જવાબ આપવાના બદલે ભાગેડું મેયર વારંવાર ભાગી જાય છે.”
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








