Friday, April 17, 2026
HomeGujaratઉત્તર ગુજરાતમાં રહેલા વરૂ લુપ્ત થવાના આરે, આવી રીતે વધશે સરકાર વરૂની...

ઉત્તર ગુજરાતમાં રહેલા વરૂ લુપ્ત થવાના આરે, આવી રીતે વધશે સરકાર વરૂની સંખ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: ગુજરાતમાં બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પશ્ચિમે પાકિસ્તાન સરહદ નજીક 2500 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા જંગલને નડાબેટ જંગલ (Nadabet Forest) તરીકે ઓળખવામાં આવે છે, નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે. નડાબેટના આજુબાજુના બેટ વિસ્તારમાં વરૂ (Wolf) માટે સુરક્ષિત રહેણાંક વિસ્તાર આવેલો છે, જ્યાં પહેલા વરૂ મોટી સંખ્યામાં વસવાટ કરતા હતા. વાવ અને સૂઇગામ તાલુકાનો વિસ્તાર વરૂઓને અનુકુળ વાતાવરણ હોવાથી વરૂ પ્રજાતિને આ વિસ્તાર માફક આવે છે. આ વિસ્તારમાં ચિંકારા, ઘુડખર, નીલગાય, જંગલી ભુંડ અને સસલા જેવા વન્યપ્રાણીઓ પણ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. નડાબેટને હવે સરકાર રાજ્યના અને બહારના લોકો માટે પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરી રહી છે. બનાસકાંઠાના લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે. તેમજ ધણો વિસ્તાર જંગલ હોવાથી ત્યાં પશુ-પક્ષી જોવા મળે છે. હવે ત્યાં વાવ અને સુઈગામમાં રહેતા વરૂ લુપ્ત થવાના આરે આવીને ઉભા રહ્યા છે. સરકારે આ પ્રજાતિને લુપ્ત થતી અટકાવવા અને તેના રક્ષણ માટે ગુજરાતનાં CMએ નડાબેટ ખાતે એક પોજેક્ટ ખૂલ્લો મુક્યો હતો.

છેલ્લા દશકાઓથી વરૂની સંખ્યામાં સમગ્ર દેશમાં ચિંતાજનક ઘટાડો થયો છે. જેના પરિણામે નીલ ગાય અને જંગલી ભુંડ જેવા ગુણાહારી પ્રાણીઓની સંખ્યામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. આ પ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં ખેડુતોના ઉભા પાકને નુકસાન કરે છે, ગીર ફાઉંડેશન દ્વાર હાથ ધરાયેલા નીલ ગાયના વસ્તી આકલન અહેવાલ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ૩૩ હજારથી વધુ નીલ ગાય છે, તેને કુદરતી રીતે નિયંત્રિત કરવા માટે આ વિસ્તારમાં વરૂઓની સંખ્યા વધારવી ખુબ જ જરૂરી છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જુનાગઢ ખાતે વરૂ સંવર્ધન કેંદ્રમાં છેલ્લા 5 વર્ષમાં અંદાજીત 70 જેટલા બાળ વરૂઓનો જન્મ થયો છે. જે બાળ વરૂઓને કુદરતી અવસ્થામાં પુન:સ્થાપિત કરવા ગુજરાત સરકાર દ્વારા ઉક્ત દર્શાવેલ વિગતો નીલ ગાય, જંગલી ભુંડ જેવા ગુણાહારી પ્રાણીઓની સંખ્યા પર કુદરતી રીતે નિયંત્રણ કરવા માટે બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ઘુડખર અભ્યારણ વિસ્તારમાં વરૂ સોફ્ટ રિલિઝ સેન્ટર બનાવવામાં આવ્યું છે. લુપ્ત થયેલી વરૂની પ્રજાતિ વધારવા માટે સક્કરબાગ ઝૂમાંથી વરૂના બચ્ચાનો નડાબેટમાં ઉછેર કરવાના સરકારના નિર્ણયથી ગ્રામજનોમાં ખુશી વ્યાપી છે. વાવ અને સુઈગામમાં નાર તરીકે ઓળખાતા વરૂ માટે અનુકૂળ માહોલ છે. વર્ષો અગાઉ રાત્રે 10-10ના ગ્રુપમાં ફરતા વરૂઓ જોવા મળતા હતા.

- Advertisement -

વરૂની ઓળખ કેવી હોય

વન વિભાગના જણાવ્યું મુજબ, શિયાળ જેવું દેખાતું આ શિકારી પ્રાણીની 100થી 140 સેન્ટિમીટરની લંબાઈ અને 15થી 20 કિલોગ્રામ વજન ધરાવતું હોય છે. તેની પુછડીની લંબાઈ 31થી 32 સેન્ટિમીટર હોય છે. જ્યારે તે 10થી 25 વર્ષનું આયુષ્ય ધરાવે છે. ખાસ કરી નવેમ્બર મહિનામાં જ પ્રજનન કરે છે અને એક સાથે બેથી ચાર બચ્ચાને જન્મ આપે છે. શરીર પર પીળા બદામી રંગના શરીરમાં પીઠ પર થોડી કાળાશ હોય છે. તેની પુછડી શિયાળની જેમ ગુચ્છાદાર અને છેવાડાને ભાગે કાળાશ પડતી હોય છે. તેના આગળના પગ સામાન્ય લાંબા હોય છે. હરણ, ચિંકારા, કાળિયાર, શિયાળ, ઘેટા-બકરા, પાલતું ઢોરના બચ્ચા વગેરેનું મારણ કરે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular