Thursday, June 4, 2026
HomeGujaratરાહુલ ગાંધીને 136 દિવસ બાદ સાંસદ પદ પરત મળ્યું, ભારત જોડા યાત્રા-2...

રાહુલ ગાંધીને 136 દિવસ બાદ સાંસદ પદ પરત મળ્યું, ભારત જોડા યાત્રા-2 ગુજરાતથી શરૂ થશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ કેસ’માં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળતાં આજે તેમને 136 દિવસ બાદ સાંસદ પદ પરત મળ્યું છે. રાહુલની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આપ્યો છે. લોકસભા સચિવાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. મોદી સરનેમ કેસમાં સુરતની કોર્ટે બે વર્ષની સજાના નિર્ણય બાદ રાહુલ ગાંધીએ સભ્યપદ ગુમાવ્યું હતું. રાહુલ ગાંધીને સાંસદ પદ પરત મળ્યા બાદ કોંગ્રેસમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં રાહત મળતા આગામી સમયમાં ભારત જોડો યાત્રા-2 ગુજરાતથી શરૂઆત થશે તેવી અટકળો પણ તેજ બની છે.

મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી દીધી છે. આ પછી કોંગ્રેસના નેતાઓએ અધીર રંજન ચૌધરીના નેતૃત્વમાં સાંસદોનું એક જૂથ લોકસભા અધ્યક્ષને મળ્યું હતું. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, રાહુલ ગાંધીનું સભ્યપદ ટૂંક સમયમાં પુનઃસ્થાપિત થશે. ત્યારે આજે રાહુલ ગાંધીને સાંસદ પદ પરત મળ્યું છે. રાહુલ ગાંધીને સાંસદ પદ પરત મળ્યા બાદ એવી ચર્ચા છે કે, તેઓ આજથી જ સંસદના સત્રમાં હાજરી આપી શકે છે. આજે દિલ્હી સેવા બિલ પર રાજ્યસભામાં ચર્ચા થશે. તે જ સમયે, લોકસભામાં મણિપુર મુદ્દા પર ચર્ચા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. રાહુલ ગાંધીના સાસંદ પદ અંગેના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, 4 ઓગસ્ટના સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે છે. લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહના આદેશથી જારી કરાયેલા આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, 24 માર્ચ, 2023ના રોજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 આગળ કોર્ટના આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે.

- Advertisement -


રાહુલની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ આજથી સંસદનો માહોલ બદલાઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, વિપક્ષ હવે વધુ આક્રમક બનીને શાસક પક્ષ પર પ્રહાર કરશે. રાહુલ ગાંધીને સાંસદ પદ પરત મળતા હાલ કોંગ્રેસમાં ઉજવણીનો માહોલ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિપક્ષી નેતાઓને મીઠાઈ ખવડાવતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં વિલંબના કોંગ્રેસના આરોપ પર કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય લોકસભા અધ્યક્ષ સુધી પહોંચતાની સાથે જ રાહુલ ગાંધીનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. પ્રહલાદ જોશીએ કહ્યું કે, નિયમો અનુસાર નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ શનિવાર અને રવિવાર હોવાથી આ આદેશ લોકસભામાં પહોંચતાની સાથે જ રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular