નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: Surendranagar News: જ્યારે ધર્મ અને શ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદ રેખા ઓળંગાઈ જાય ત્યારે અંધશ્રદ્ધા જન્મી લેતી હોય છે. હાલ આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે, આજના ટેકનોલોજી વાળા યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાં ગળાડૂબ જોવા મળી રહ્યા છે. લોકોને ખબર છે કે, આ અંધશ્રદ્ધાના પરિણામ માઠા આવતા હોય છતાં તેઓ જોખમ ખેડી લેવામા માટે તૈયાર થઈ જતા હોય છે. ગતિશીલ ગુજરાતમાં હજી પણ ઠેકઠેકાણે અંધશ્રદ્ઘાના વમળમાં લોકો ફસાયેલા જોવા મળી રહ્યા છે. આજના સમયમાં બીમારી સામે નિદાન માટે આટલા આટલા આધુનિક સાધનો આવી ગયા છે, ડૉકટરો છે છતાં લોકો પાખંડી ભુવાનો પાસે જતા હોય છે અને અંધશ્રદ્ધાનો શિકાર બનતા હોય છે. ત્યારે વધુ એક અંધશ્રદ્ધાની (Superstition) ઘટના સુરેન્દ્રનગરના (Surendranagar) વડગામમાંથી સામે આવી છે. જ્યાં બાળકીની તબિયત લથડતા પરિવારે ડૉકટર પાસે લઈ જવાના બદલે ભુવા (Bhuva) પાસે લઈ જવાનું નક્કી કર્યું હતું. ભૂવાએ સારવારના નામે બાળકીને ગરમ સોયાના ડામ (Daam) આપતા તેની તબિયત વધુ લથડી હતી. જેના પગલે તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) લઈ જવામાં આવી હતી. હાલ બાળકી સારવાર હેઠળ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગર વડગામમાં ત્રણ દિવસ અગાઉ એક 10 મહિનાની બાળકીને શરદી ઉધરસ થતા બાળકીની તબિયત લથડી હતી. પરિવારજનોએ બાળકીને ડૉકટરો પાસે લઈ જવાને બદલે ગામમાં આવેલા ભુવા પાસે લઈ ગયા હતા. ત્યારે ભૂવાએ સારવાર માટે ગરમ સોય કરી 10 મહિનાની માસૂમ બાળકીના પેટના ભાગે ડામ આપ્યા હતા. જેના કારણે બાળકીને અત્યંત પીડા ઉપડતા તેની તબિયત વધુ લથડી હતી. જેથી પરિવારજનો બાળકીને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલેન્સ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સદનસબીબે સમયસર બાળકીને સારવાર મળતા તેનો બચાવ થયો છે, તે હાલ સારવાર હેઠળ છે.
આ ઘટના બાદ બાળકીના પરિવારની શાન ઠેકાણે આવી હતી. તેમણે સમજ પડી હતી કે, બાળકીને ભુવાને બદલે ડૉકટર પાસે લઈ ગયા હોત તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થતું, તેઓએ પણ પોતાની ભૂલનો પ્રાશ્વતાપ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ આપણે જોઈ ચુક્યા છે. ભૂવા સારવાર નામે પૈસા પડાવવા કે પછી બલિ ચડાવી સુધી ઘટનાઓને અંજામ આપી ચુક્યા છે. છતાં લોકો આ ઘટનાઓ બાદ પણ શીખ નથી લેતા જેના પગલે તેઓ મુશ્કેલીમાં મૂકાતા હોય છે. અંધશ્રદ્ધાથી કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવતો પણ ભવિષ્યમાં તેના માઠા પરિણામ જ આવતા હોય છે.
Tag: Surendranagar Superstition Case, Surendranagar News Today
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








