નવજીવન ન્યૂઝ. ભાવનગર: ચોમાસાની સિઝનમાં અવાર-નવાર ગુજરાતના અલગ અલગ જગ્યાએ મકાન અને ઇમારતો ધરાશાયી થવાની દુર્ઘટના બનતી હોય છે. જેના કારણે અનેક નિર્દોષ લોકો આ દુર્ઘટનામાં જીવ ગુમાવતા હોય છે. ત્યારે આજરોજ વઘુ એક ઈમારત ધરાશાયી થવાની દુર્ઘટના ભાવનગરમાંથી સામે આવી છે. જ્યાં 17 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી. ઘટનાને પગલે ફાયર વિભાગના જવાનો દ્વારા કાટમાળ નીચે ફસાયેલા 2 લોકોનું રેસ્કયૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, આજરોજ સવારે 11 વાગ્યાના અરસામાં ભાવનગરના માધવ હીલ કોમપ્લેક્ષના બીજા માળની ગેલેરીનો ભાગ એકાએક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. તેમજ કોમ્પેલક્ષમાં ઉભેલા 17 જેટલા લોકો જમીન પર પટકાયા હતા. ઘટનાને પગલે બૂમાબૂમ થતાં આસપાસ લોકો પણ ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. આ મામલે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગનો જંગી કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ કાટમાળ નીચે દાટાયેલા લોકોનું રેસ્કયૂ ઓપરેશન હાથધર્યુ હતું. આ દુર્ઘટનામાં 17 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, તેમજ સદનીસબે કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી. જેના પગલે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલ 15 જેટલા લોકોનું ફાયર વિભાગે રેસ્કયૂ કરી લીધું છે, જ્યારે 2 લોકો હાલમાં પણ નીચે દબાયેલા છે તેમની રેસ્કયૂની કામગીરી ચાલી રહી છે.

ઘટનાને પગલે એમ્બયુલેન્સનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા. તેમજ પોલીસ વિભાગ પણ આ બનાવને લઈ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ટોળે વાળેલા લોકને દૂર કરવાની કામગીરી હાથધરી હતી.
ભાવનગર મેયરે આ ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ તંત્રની બેદરકારી હશે તો જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલા લેવાની પણ વાત કરવામાં આવી છે. હાલ મળતી માહિતી મુજબ ભાવનગર કોર્પોરેશનર દ્વારા 150 જેટલી જર્જરિત ઈમારતોને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ આ બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી કે કેમ તે હાલ તપાસનો વિષય બન્યો છે. જોકે કોઈ મોટી દુર્ઘટના બની હોત તો તંત્ર બોધપાઠ લેતું તેવા સવાલો પણ ભાવનગર કોર્પોરેશન સામે ઉઠી રહ્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








