નવજીવન ન્યૂઝ. અમદાવાદ:Ahmedabad News: ચોમાસાના કારણે અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ (Waterborne disease) ભરડો લીધો છે. રોજ મોટી સંખ્યામાં અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં કેસોમાં સામે આવી રહ્યા છે. જેના જોતા AMCનો આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યો છે. ખાસ કરીને ખાણીપીણાના એકમો તેમજ ગંદગી ફેલાવતી ક્ન્ટ્રકશન સાઈટો પર ચેંકિગ કરી AMC દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ સવારથી જ સરકારી હોસ્પિટલમાં ઝાડા-ઉલટી, કોલેરા અને કમળા સહિતના રોગોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને નિંયંત્રણમાં લેવામાં માટે આરોગ્ય વિભાગની ટીમ સફાળી જાગી કાર્યવાહી કરી રહી છે.
અમદાવાદની સરકારી હોસ્પિટલમાં વહેલી સવારથી જ દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને ઝાડા-ઉલટીના કેસો વધી રહ્યા છે. હાલ મળથી માહિતી મુજબ અમદાવાદમાં આ મહિને ઝાડા-ઉલટીના 1100થી વધુ કેસો નોંધાયા હતા. તેમજ ડેન્ગ્યુના 174 કેસ, ચિકનગુનિયાના 9 કેસ, ટાઈફોડના 451 કેસ, કમળાના 166, કોલેરાના 6 જેટલા કેસો સામે આવ્યા છે. હાલ કેસોની સંખ્યા રોજ વધી રહી છે, રોગચાળાના પગલે દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે.
રોગચાળા પાછળનું મુખ્ય કારણ સ્વછતાનો અભાવ માનવામાં આવે છે. જેમાં કેટલાક ખાણીપીણાના એકમો દ્વારા ગંદગી કરતા હોવાથી લોકો બીમાર પડતા હોય છે. તેમજ કેટલાક શાળાઓ અને કન્ટ્રકશન સાઈટ પર પણ કચરો કરી ગંદગી કરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આવા એકમો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ કોર્પોરેશન દ્વારા 75લાખથી વધુનો દંડ એકમો પાસેથી વસૂલ્યો છે. તેમજ એકમોને નોટિસ પણ પાઠવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








