નવજીવન. ગાંધીનગરઃ કોરોનાને પગલે લાદવામાં આવેલા ગુજરાતમાં રાત્રી કરફ્યૂની સમય મર્યાદા 7 જાન્યુઆરીની રાત્રીના 12 વાગ્યે મતલબ કે આજે રાત્રે સમાપ્ત થવા જઈ રહી છે. બીજી બાજુ ગુજરાતમાં કોરોનાનો આંકડો ધડાધડ ઉપર જઈ રહ્યો છે. તેવા સંજોગોમાં આજે સરકાર નવી ગાઈડલાઈન્સ જાહેર કરશે તો તેમાં આંશિક લોકડાઉન લાગશે તેવી લોકોમાં ચર્ચાઓ જાગી હતી. ઉલ્લેખનીય છે કે તેના પછી લોકોમાં ચિંતાનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું હતું.
મુખ્યમંત્રીએ જિલ્લા વહિવટી તંત્ર અને સજ્જતા અંગે સમીક્ષા કરતાં કહ્યું હતું કે જિલ્લા પ્રભારી સચિવો જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લાઓમાં પહોંચવા સૂચનો આપી દેવાયા છે. ઉપરાંત લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આગામી સોમવાર એટલે કે 10 જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ ઉકાળા સમગ્ર રાજ્યમાં દરરોજ મળી ને કુલ 2 હાજર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું નક્કી કર્યું છે. આ તરફ સુરતના પ્રભારી મંત્રી કનુ દેસાઈએ એક નિવેદનમાં કહ્યું કે રાજ્યમાં આંશિક લોકડાઉન નહીં લાગે. ઉલ્લેખનીય છે કે કનુ દેસાઈના નિવેદન પછી પણ એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર આગામી સમયમાં નિયમો ભલે વધુ કડક ન કરે પરંતુ રાત્રી કરફ્યૂ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવી બાબતો પર કોઈ કડક નિર્ણય લેશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












