Wednesday, April 22, 2026
HomeNationalહરિયાણાઃ વિશ્વ હિન્દુ પરિષદની યાત્રા પર પથ્થરમારો, કલમ 144 લાગુ અને ઈન્ટરનેટ...

હરિયાણાઃ વિશ્વ હિન્દુ પરિષદની યાત્રા પર પથ્થરમારો, કલમ 144 લાગુ અને ઈન્ટરનેટ પણ બંધ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નૂહઃ Nuh Clash : હરિયાણાના (Haryana) નૂહમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને માતૃશક્તિ દુર્ગા વાહિની દ્વારા કાઢમાં આવેલી બ્રજમંડળ યાત્રા (Braj Mandal Yatra) દરમિયાન હોબાળો સર્જાયો હતો. બે જુથ સામસામે આવી જતાં યાત્રા દરમિયાન પથ્થરમારો (Stone Pelting) અને ગોળીબારી ઘટના પણ બની હતી. સાથે જ આ જુથ અથડામણમાં (Group Clash) અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે. આ બનાવને લઈને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. સાથે જ બે દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

બ્રજમંડળ યાત્રા નૂહના નલ્હાદ શિવ મંદિરથી ફિરોઝપુર-જીરકા તરફ શરૂ થઈ હતી. આ યાત્રા તિરંગા પાર્ક નજીક પહોંચી ત્યારે પહેલાથી જ ત્યાં એક જુથનું ટોળું એકઠું થઈ ગયું હતું. જે બાદ બંને જુથ સામસામે આવી જતાં મામલો બીચક્યો હતો અને પથ્થરમારો શરૂ થયો હતો. મહાદેવ મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રા બડકાલી ચોક, ફિરોઝપુર ઝિરકા અને પુનાનાના સિંગર ગામ થઈને આવવાની હતી, પરંતુ આ પહેલા જ યાત્રા પર પથ્થરમારો કરી દીધો હતો. પથ્થરમારામાં અનેક લોકો સહિત પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા હતા.

- Advertisement -

સોમવારે બપોરે 1 વાગ્યે બ્રજમંડળ યાત્રા દરમિયાન તિરંગા પાર્ક પાસે હિંસા ફાટી નીકળી હતી, તોફાની તત્વોએ આખા નુહ શહેરને થોડી જ વારમાં ઘેરી લીધું હતું. આ દરમિયાન જૂના બસ સ્ટેન્ડ, હોટેલ બાયપાસ, મુખ્ય બજાર, અનાજ મંડી અને ગુરૂગ્રામ-અલવર હાઈવે પર એક પછી એક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં 30થી વધુ વાહનોને આગચંપી અને તોડફોડ કરવામાં આવી છે. જેમાં કાર ઉપરાંત પોલીસ વાહનો, બસ, બાઇક, સ્કુટી અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. કેટલીક જગ્યાએ લોકો દ્વારા ગોળીબારના સમાચાર પણ છે. પરંતું તેની સત્તાવાર પુષ્ટી થઈ નથી.

વહીવટીતંત્ર દ્વારા જિલ્લાની તમામ સીમાઓ બંધ કરી દેવામાં આવી છે. કોઈપણ અજાણ્યા વ્યક્તિની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નૂહ જિલ્લામાં 10 ટુકડીઓને બોલાવવામાં આવી છે. આ ઉપરાંત એક મંદિરમાં તોડફોડ અને આગચંપીનો બનાવ પણ સામે આવ્યો છે. જિલ્લામાં કલમ 144 લાગુ કરીને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળતાં જ પોલીસે મહિલા ભક્તોને મંદિરની અંદર બંધ કરી દીધા હતા. જ્યાં સુધી હિંસા પુરી ન થઈ ત્યાં સુધી મહિલાઓ મંદિરની અંદર અટવાઈ ગઈ હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. એક પછી એક જિલ્લામાંથી પોલીસ પહોંચી રહી છે, પરંતુ પરિસ્થિતિ કાબૂમાં નથી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular