નવજીવન ન્યૂઝ. મહેસાણા: ગુજરાતનાં મહેસાણામાં (Mehsana) કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ જાહેર રસ્તા પર જ મહિલાઓ પર હુમલો (Attack on Woman) થવાની ઘટના સામે આવી રહી છે. મહેસાણાના એક રાજકીય આગેવાનની દીકરી પર એક અસામાજિક તત્વએ (anti-social element) ભાજપનો કાર્યકર્તા છું તેમ કહીને હુમલો કર્યો હતો. આ ઘટના બાદ યુવતીએ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (mehsana a division police station) ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક જાણકારી મુજબ મહેસાણાના એક રાજકીય આગેવાન સમાજની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને જીતી રહ્યા હતા, જેની શુભેચ્છા આપવા માટે તેમની દીકરી સિદ્ધાર્થ સ્કૂલ તરફ જઈ રહી હતી. તે સમયે એક અસામાજિક તત્વએ યુવતીની કાર પર મુક્કો માર્યો હતો અને યુવતીએ જ્યારે બહાર આવીને તેને ઠપકો આપ્યો ત્યારે આ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીના વાળ ખેંચીને તેની સાથે ઝપાઝપી કરી હતી. જેના કારણે યુવતીએ ગાળામાં પહેરેલી સોનાની ચેન પણ તૂટી ગઈ હતી.
આ ઘટનાની જોઈને આસપાસના લોકો અને યુવતીના ભાઈઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુવતીને છોડાવી હતી. જ્યારે લોકો એકત્રિત થઈ ગયા ત્યારે આરોપીએ બધાની સામે જ કહ્યું કે, ‘તારાથી થાય તે કરી લેજે, હું ભાજપનો કાર્યકર છું. મારી સામે આવીશ તો જાનથી મારી નાખીશ.’ ત્યાર બાદ યુવતીએ આ સમગ્ર ઘટના અંગે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








