નવજીવન ન્યૂઝ. વલસાડ: ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે અવાર-નવાર બુટલેગરો દ્વારા ગુજરાતના પાડોશી રાજ્યમાંથી અવનવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડતા (Liquor Smuggling) હોય છે. જોકે પોલીસ દ્વારા પણ આ દારૂબંધીની કડક અમલવારી કરાવવા માટે સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ પોલીસ વિભાગમાં રહેલા અમુક ભ્રષ્ટ્ર અધિકારી અને કર્મચારીઓના કારણે આજે ફરી એકવાર ખાખી બદનામ થઈ છે. જે પોલીસ ગુજરાતમાં (Gujarat Police) દારૂબંધી કરાવવા અને બુટલેગરોને (Bootlegger) પકડવા દિવસ-રાત મહેનત કરી રહી છે. તે પોલીસના અમુક કર્મચારીઓ પોતે દારૂની ખેપ મારતા જોવા મળી રહ્યા છે. ત્યારે વલસાડમાંથી (Valsad) વધુ એક પોલીસકર્મી દારૂ ખેપ મારતા રંગહાથે ઝડપાયો છે. જ્યાં આ પોલીસકર્મીની ડુંગરા પોલીસે (Dungra Police) ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. તેની સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડની ડુંગરા પોલીસને ગઈકાલે રાત્રે બાતમી મળી હતી કે સેલવાસ ખાતેથી એક વ્યક્તિ દારૂનો જથ્થો લઈ સફેદ ક્રેટા કારમાં વલસાડ તરફ આવી રહ્યો આવી રહ્યો છે. જે બાતમીના આધારે ડુંગરા પોલીસે નાની તંબાડી ચાર રસ્તા પાસે રાત્રિ દરમિયાન વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને અટકાવી અંદર તપાસ કરતા કારની અંદરથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે અંગે પોલીસે આરોપીની પૂછપરછ કરતા ચોંકાવાનરી વિગતો સામે આવી હતી. જેમાં દારૂ ખેપ મારનાર કોઈ બુટલેગર નહીં, પરંતુ પોલીસમાં ફરજ બજવતો કર્મચારી હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપી રોનક હિરાણી જે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી 624 વિદેશી દારૂ બોટલો જપ્ત કરી છે,જેની કિંમત 96,000 રૂપિયા જેટલી થાય છે. તેમજ આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાયદાનું પાલન કરાવતી પોલીસ જ કાયદાનો ભંગ કરતી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં દારૂના વાહનોનું પાઈલોટિંગ કરવાના કિસ્સામાં પણ પોલીસ કર્મચારીઓની ભૂતકાળમાં ધરપકડ થઈ ચૂકી છે. હાલ આ રીતે પોલીસ જ બુટલેગર બનતી હોય તે પ્રકારની ચર્ચાઓ લોકમુખે ચર્ચાતા પોલીસનું માથું પણ શરમથી નમી ચુક્યું છે. તેમજ સો પોલીસની સારી કામગીરી આ પ્રકારના એક કાંડ સામે આવતા ભૂંસાઈ જતી હોય છે. ગતરોજ પણ રાજકોટમાં એક પોલીસ કર્મચારીએ દારૂ પીધલી હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








