Sunday, June 7, 2026
HomeGujaratAhmedabadપ્રજ્ઞેશ પટેલને હજી પણ રહેવું પડશે જેલમાં, જામીન અરજી પર મુદ્દત પડી

પ્રજ્ઞેશ પટેલને હજી પણ રહેવું પડશે જેલમાં, જામીન અરજી પર મુદ્દત પડી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં (Ahmedabad Iskcon Accident Case) જેલમાં બંધ તથ્યના (Tathya Patel) પિતા પ્રજ્ઞેશ પટેલે (Pragnesh Patel) જામીન અરજી કરી હતી. જેના પર આજે સુનાવણી હાથ ધારવામાં આવી હતી. પરંતું પોલીસ (Ahmedabad Police) દ્વારા ચાર્જશીટ ફાઈલ નહીં થતાં જામીન અરજી પર મુદ્દત પડી છે. જેથી પ્રજ્ઞેશ પટેલને હજી પણ જેલમાં રહેવાનો વારો આવ્યો છે. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર વધુ સુનાવણી 3 ઓગષ્ટે થવાની છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, 3 ઓગષ્ટના રોજ પ્રજ્ઞેશ પટેલને જામીન મળશે કે પુત્ર સાથે જેલમાં જ રહેવું પડશે.

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકો પર તથ્ય પટેલની જેગુઆર કારના પૈડા ફરી વળ્યા હતા. ઈસ્કોન અકસ્માત કેસમાં તથ્ય પટેલની ધકપકડ બાદ તેના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. જોકે ઈસ્કોન અકસ્માત કેસમાં પ્રગ્નેશ પટેલના રિમાન્ડની માગણી કરવામાં ન આવતા અગાઉ તેમને જ્યુડિશલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. હાલ બાપ-દિકરો બંને સાબરમતી જેલમાં છે. ત્યારે ગઈકાલે ઈસ્કોન અકસ્માત બ્રિજ કેસ અંગે પોલીસ દ્વારા 1684 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

- Advertisement -

તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ જામીન અરજી અંગે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પરંતું આ મામલે પોલીસે ચાર્જશીટ રજૂ ન કરતાં મુદ્દત પડી હતી. હવે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આગામી 3 ઓગષ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. જેથી આગામી 3 તારીખ સુધી પ્રજ્ઞેશ પટેલને જેલમાં જ રહેવું પડશે. બીજી તરફ હાલ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ એક કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે. આ ઓડિયો કિલ્પમાં પ્રજ્ઞેશ પટેલ અકસ્માત બાદ પણ દીકરાનો બચાવે કરે છે. ઓડિયો ક્લિપ કથિત રીતે પ્રજ્ઞેશ પટેલની હોવાનું કહેવાય છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ બોલે છે કે, 19-20 વર્ષના છોકરાઓથી આવુ કોક વાર થઈ જાય, તેનું ટેન્શન નહીં લેવાનું, તેને આખી જિંદગી કઈ નહીં થાય, બહુ ટેન્શન નહીં કરવાનું, પણ માપમાં રાખવાના એ મારી રીતે રાખી લઈશ.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular