Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આજે પોલીસ ચાર્જશીટ કોર્ટમાં કરશે રજૂ

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આજે પોલીસ ચાર્જશીટ કોર્ટમાં કરશે રજૂ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) ઇસ્કોન બ્રિજ પર ગત બુધવારે થયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા હતા. આ અકસ્માતની ઘટનાના સમ્રગ ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીના ઈતિહાસનો સૌથી મોટો અકસ્માત ઇસ્કોન બ્રિજ (Iskcon Bridge Accident Case) પર સર્જાયો હતો. જેને લઈ અમદાવાદ પોલીસ (Ahmedabad Police) પણ હરકતમાં આવી હતી. આ સમ્રગ અકસ્માતની ઘટનામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) દ્વારા એક સપ્તાહની અંદર ચાર્જશીટ કરવા માટે પોલીસને વિભાગને આદેશ આપવામાં આવ્યા હતા. જે બાદ પોલીસના તપાસ અધિકારીઓ દ્વારા દિવસ-રાત મહેનત કરી ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસની કડીઓ એકત્રિત કરવામાં આવી હતી અને હાલ ચાર્જશીટ તૈયાર કરી દેવામાં આવી છે.

આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અમદાવાદ પોલીસ દ્વારા ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. જે ચાર્જશીટમાં કેસથી જોડાયેલી એક-એક વસ્તુઓ પોલીસ દ્વારા સંયોગિક પુરાવા, ટેકનિકલ પુરાવા, સાક્ષીઓના નિવેદન સહિતની બાબતો એકત્રિત કરવામાં આવી છે. હાલ આ ચાર્જશીટ અત્યાર સુધીની સૌથી ઝડપી ચાર્જશીટ માનવામાં આવી રહી છે. તેમજ આરોપીને કડકમાં કડક સજા મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા પીડિત પરિવારોને બાહેંધરી આપવામાં આવી છે.

- Advertisement -

બેફામ ગતિએ જેગુઆર કાર દોડવી અકસ્માત સર્જનારા આરોપી તથ્ય પટેલ સામે અલગ-અલગ અકસ્માતના ત્રણ જેટલા ગુનાઓ ટ્રાફિક પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે. જેને લઈ તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આરોપી તથ્ય પટેલ સામે વધુ એક 308ની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. જેને ગુનાહિત મનુષ્ય વધ તરીકે ઓળખવામાં આવે છે. તે કલમનો ઉમેરીને આરોપીને આકરામાં આકરી સજા થયા તેવા પ્રયાસો પોલીસ દ્વારા હાથધરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત કેસની તપાસ પશ્રિમ ટ્રાફિક વિભાગ DCP નીતા દેસાઈ, ACP એસ. જી. દવે સહિત 5 જેટલા PIની નિમણૂંક કમિટી દ્વારા કરવામાં આવી હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular