Thursday, April 30, 2026
HomeGujaratBhavnagarભાવનગરના આટલા વિસ્તારમાં અશાંતધારો લાગુ, ધારાસભ્ય પર દબાણ વધતા નિર્ણય લેવાયોની ચર્ચા

ભાવનગરના આટલા વિસ્તારમાં અશાંતધારો લાગુ, ધારાસભ્ય પર દબાણ વધતા નિર્ણય લેવાયોની ચર્ચા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગરમાં (Bhavnagar) લાંબા સમયથી કેટલાક ચોક્કસ વિસ્તારોમાં અશાંતધારો (Ashant Dharo) લાગુ કરવાની માગણી જોર પકડી રહી હતી. ત્યારે આજરોજ અશાંતધારાની માગણીને લઈ મોટી સંખ્યામાં લોકો ભાવનગરના ધારાસભ્ય સેજલ પંડ્યાના (MLA Sejal Pandya) નિવાસે રામધુન કરવા માટે નિકળ્યા હતા. પરંતુ પોલીસે રામધુન સાથે અશાંતધારાની માગણી કરવા જઈ રહેલા લોકોની અટકાયત કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. જેના કારણે આજરોજથી જ ભાવનગર પૂર્વના કેટલાય વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

ભાવનગરના કેટલાય વિસ્તારોમાં આજરોજ તારીખ 26 જૂલાઈ 2023થી 25 જૂલાઈ 2028 સુધી અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય મહેસૂલ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગે નોટિફિકેશન જાહેર કરી આ અંગે માહિતી આપવામાં આવી છે. મહત્વની વાત છે કે ભાવનગરના લોકો દ્વારા ધારાસભ્યના નિવાસે જઈ રામધૂન કરી અશાંતધારાની માગણી કરવાના કારણે સરકાર પર રાજકીય દબાણ સર્જાયું હતું. ત્યારે સુત્રો માહિતી આપે છે કે રાજકીય દબાણના કારણે આજરોજ તાબડતોબ ભાવનગરના પૂર્વ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરી લોકોની માગણી પુરી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અશાંતધારાની માગણી સાથે આજરોજ કેટલાક લોકો ધારાસભ્ય સેજલ પંડ્યાના નિવાસે પહોંચે તે પહેલા જ તેમની અટક કરી લેવાઈ હતી. પરંતુ બીજુ એક જુથ સેજલ પંડ્યાના નિવાસ સુધી પહોંચી જવામાં સફળ રહ્યું હતું. તેમજ બે દિવસ પહેલા પણ કેટલાક લોકો અશાંતધારાની માગણીને લઈ વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. જેના કારણે ધારાસભ્ય સેજલ પંડ્યા પણ આ બાબતે સજાગ થઇ ગયા હતા.

- Advertisement -

મહત્વની વાત છે કે ભાવનગરમાં અશાંતધારાની માગણી ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. પરંતુ સાવરકુંડલા ખાતે કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવતા ભાવનગરના અશાંતધારાની તરફેણ કરતા લોકો ઉગ્ર રીતે માગણી કરવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ અશાંતધારો લાગુ કરવાની માગણીમાં ભાવનગરના વેપારી મહાજનોનો મોટો ફાળો રહ્યો છે.

અશાંત ધારો કયા વિસ્તારમાં લાગુ પડ્યો છે ?

ગંગાજળીયા પોલીસ સ્ટેશનના તાબામાં આવતા સિટી સર્વે વોર્ડ નંબર 3ના ભગત તળાવ વિસ્તારના નિલકંઠ મહાદેવ વાળો ખાંચો, પીરછલ્લા શેરી, ભગત તળાવ, ભગતની શેરી, ભા નો ડેલો, ગૌરી ફળીયું, કાજીવાડ, ગઢની રાંગ, ગામની વોરાવાડ, ડબગર શેરી

ઘોઘા રોડ પોલીસ સ્ટેશન અને ગંગાજળીયા પોલીસ સ્ટેશનના તાબામાં આવતા સિટી સર્વે વોર્ડ નંબર 5ના ત્રીમુખી હનુમાન, જોગીવાડ વસાહત રેલ્વેના પાટા પાસે, સુપ્રિમ સોસાયટી, આનંદ વિહાર અખાડા પાસેનો વિસ્તાર, ચંદ્રોદય સોસાયટી, પ્રભુદાસ તળાવથી બોરડી ગેટ, જનતા નગર ખલાસી સોસાયટી, ફાયર બ્રિગેડની સામેનો ભાગ, સિંહ સર્કલથી રુવાપરી સર્કલ તરફ જતો રોડ, ટેકરી ચોકથી વાલકેટ ગેટ તરફ જતો રસ્તો, ટેકરી ચોકથી રુવાપરી સર્કલ તરફ જતો રસ્તો

- Advertisement -

ગંગાજળીયા પોલીસ સ્ટેશનના તાબામાં આવતા સિટી સર્વે વોર્ડ નંબર 4ના લુહારવાડી, ભરવાડ વાડો, પતરાનો ડેલો, ઘાસલેટનો ડેલો, આંબાવાળી શેરી, કણબીવાડ, લિંબડીવાળી સડક, ભાંગનું કારખાનું, વિઠ્ઠલેશ્વર રોડ, બરફનું કારખાનું

ઘોઘારોડ પોલીસ સ્ટેશનના તાબામાં આવતા સિટી સર્વે વોર્ડ નંબર 5ના બોરડી ગેટનો સમગ્ર વિસ્તાર, હરિયાલા પ્લોટ, પંકજ સોસાયટી, જવાહર કોલોની, મહાત્મા ગાંધી કોલોની, ઈન્દિરા વસાહત તેમજ ગીતા ચોકનો સમગ્ર વિસ્તાર, ડોન ચોકનો સમગ્ર વિસ્તાર, ડેરી રોડનો સમગ્ર વિસ્તાર, મુની ડેરીનો સમગ્ર વિસ્તાર, તિલકનગરનો સમગ્ર વિસ્તાર નવી માણેકવાડીનો સમગ્ર વિસ્તાર, આનંદનગર નવી-જુની એલ.આઈ.જી. સ્લમ બોર્ડ હુડકો સોસાયટી, હરિયાલા પ્લોટ, ગાંધી સ્મૃતિ, મેઘાણી સર્કલથી રબ્બર ફેક્ટરી રોડ, એચ.સી.જી. હોસ્પિટલની પાછળનો ભાગ, ચંદ્રેશ્વર મહાદેવવાળો વિસ્તાર, મેઘાની સર્કલથી ઘોઘા સર્કલ રોડ સુધીનો વિસ્તાર, મેઘાની સર્કલથી આંબાવાડી રોડનો વિસ્તાર, સાંઈ બાબા મંદિરની આજુબાજુનો વિસ્તાર, સ્વસ્તિક સોસાયટી, આંબાવાડીથી મુનીડેરી રોડ, યશવંતરાય નાટ્યગૃહ, સેનેટોરિયમ, શ્રમજીવી અખાડાવાળો વિસ્તાર, ટી.વી. કેન્દ્ર રોડ, છાપરું હોલ વિસ્તાર, મંગલમાતાના મંદિરવાળો વિસ્તાર, મોખડાજી સર્કલ આસપાસનો વિસ્તાર, રાજારામનો અવેડાવાળો વિસ્તાર, દામાભાઈની હોટલ, ઘોઘા સર્કલથી રુપાણી સર્કલ રોડ પરનો સમગ્ર વિસ્તાર, 50 વારિયા, મફતનગર 50 વારિયા, લંબે હનુમાન મંદિર વિસ્તાર, સ્વામિનારાયણ ગુરૂકુલની પાછળનો વિસ્તાર, વકીલ સોસાયટી, રામતિર્થ સોસાયટી, વિદ્યુત સોસાયટી, પંચશીલ, સોસાયટી, સરદારનગરથી રૂપાણી સર્કલ રોડ, માણેકવાડી રેલ્વે સ્ટેશન સામેનો ભાગ, શુશુવિહાર સર્કલથી ક્રિસેન્ટ સર્કલ તરફ જતો રોડ, સિંહ સર્કલથી ટેકરી ચોક તરફ જતો રોડ, રેલ્વેના પાટાની આજુબાજુનો વિસ્તાર, દામભાઈની હોટલથી શિવાજી સર્કલ તરફ જતો રસ્તો

ગંગાજળીયા પોલીસ સ્ટેશનના તાબામાં આવતા સિટી સર્વે વોર્ડ નંબર 5ના જુની માણેકવાડી, મણીભાઈ અંધારીયા ચોક, ડો. અંધારીયા ચોક, કાછીયાવાડ, ઢોરના ડબ્બાવાળા વાળો વિસ્તાર, અજય ટોકિઝથી સર પટ્ટણી રોડ, ભુતનો લિમડો

- Advertisement -

ભરતનગર પોલીસ સ્ટેશનના તાબામાં આવતા આદર્શનગર, વર્ધમાનનગર, શિવનગર, મારૂતિનગર, યોગેશ્વરનગર, અભિષેક સોસાયટી, કૈલાશનગર, નવા બે માળિયા, જુના બે માળિયા, હરીઓમનગર, પ્રગતિનગર, ગોકુલનગર, શિંગળીયા 500 એસ.આર.એસ. વૃંદાવન સોસાયટી, ત્રણ માળિયા, શ્રીનાથજીનગર, સિતારામ ચોક,

ભાવનગરના પૂર્વ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે પરંતુ પશ્ચિમ વિસ્તારમાં લાગુ કરવામાં નથી આવ્યો. જેના કારણે ચર્ચાઓ ચાલી રહી છે કે પશ્ચિમ વિસ્તારના લોકો પણ અશાંતધારાની માગણી તેજ કરી કરી શકે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular