Thursday, April 16, 2026
HomeGujaratઉનાના કાજરડી ગામમાં સરપંચના પુત્ર પર હુમલો, ગટરનું કામ કરાવતી વખતે છરીના...

ઉનાના કાજરડી ગામમાં સરપંચના પુત્ર પર હુમલો, ગટરનું કામ કરાવતી વખતે છરીના ધા માર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથઃ ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના તાલુકામાં (Una Taluka) સરપંચના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો છે. વરસાદી પાણીના નીકાલ માટે સરપંચના પુત્ર પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં નાનું ચારણીયા ઈજાગ્રસ્ત થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પંચાયતની ગટર માટે ગઈકાલે માથાકુટ થઈ હતી. ત્યાર બાદ પોલીસે (Una Police) મામલો શાંત કરાવ્યો હતો. ત્યારે આજે સવારે આ માથાકુટને લઈને સરપંચના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, ઉનાના કાજરડી ગામમાં સરપંચના પુત્ર નાનું ચારણીયા પર હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલા અંગે નાનું ચારણીયાએ જણાવ્યું હતું કે, તેમણે ગામમાં વરસાદી પાણી ભરાતા તેનો નિકાલ કરવા માટે જેસીબી બોલાવીને પાઈપ નાખવાનું કામ કરાવી રહ્યા હતા. તે દરમિયાન ગામના માથાભારે તત્વો રામ મશી અને તેના પરિવારોએ નાનું ચારણીયા પર હુમલો કરીને જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી. જે વિસ્તારમાં પાણી ભરાયું હતું, ત્યાં 100 જેટલા ઘર છે. જ્યાં શાળાએ આવા-જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે ગામના લોકોએ રજુઆત કરતાં તાત્કાલિક જેસીબી બોલાવીને પાઈપ નખાવાનું કામ કરી રહ્યા હતા. આ કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન વહેલી સવારે હું જોવા માટે ગયો હતો, ત્યારે છરીથી હુમલો કર્યો હતો. જેથી હાથના ભાગમાં 16 ટાંકા આવ્યા છે અને પેટના ભાગમાં પણ ઈજાઓ થઈ છે, જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા ફરિયાદ નોંધવામાં આવી છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular