નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: Banaskantha News : સતત પોતાના બેબાક તેમજ વિવાદિત નિવેદનોને લઈ ચર્ચામાં રહેતા વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (Geniben Thakor) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા પોલીસ અને ભાજપના પ્રમુખ સામે બાંયો ચડાવી છે. થોડા દિવસ અગાઉ ગેનીબેનના ભાઈને દારૂની બે બોટલ સાથે LCBએ પકડ્યો હતો. આ બાદ ગેનીબેને પોલીસે ગેનીબેનનો ભાઈ દારૂ સાથે પકડાયા હોવાનું વારંવાર જાહેર કરી તેમની રાજકીય કારકાર્દિને નુકશાન પહોંચડ્યું હોવાના આરોપ કર્યા છે. જે બદલ તેમણે બનાસકાંઠાના SP, દિયોદરના DySP, પોલીસ કોન્સ્ટેબલ અને ભાભર ભાજપ પ્રમુખને નોટિસ પાઠવી છે. મિડિયા સમક્ષ માફી માગી 30 હજાર વળતર પેટે ચૂકવવા જણાવ્યું છે.
ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે, થોડા દિવસ પહેલા તેમના ભાઈને બે દારૂની બોટલના ખોટા કેસ પકડવામાં આવ્યો હતો. ત્યારે FIRમાં પોલીસ દ્વારા ગેનીબેન ઠાકોરના ભાઈ ન હોવાનો ઉલ્લેખ હતો. તેમ છતાં પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગેનીબેન ઠાકોરના ભાઈ હોવાનો વારંવાર ઉલ્લેખ કરી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચડ્યું હોવાના આક્ષેપ ગેનીબેને કર્યા છે. જેને લઈ ગેનીબેને તેમના વકીલ મારફતે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા, દિયોદરના DySP ડી. ટી. ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ ચૌધરી અને ભાભર ભાજપ પ્રમુખ અમરત માળીને નોટિસ પાઠવી છે. તેમજ 30 દિવસની અંદર મીડિયા સમક્ષ માફી માગવા અને 30 હજાર વળતર ચૂકવવા માગ કરી છે. જો 30 દિવસની અંદર નોટિસનો જવાબ રજૂ નહીં કરે તો પ્રત્યેક વ્યક્તિ સામે 5 કરોડનો માનહાનિ દાવો કરવાની ચિમકી ઉચ્ચારી છે.
આ અંગે ગેનીબેને જુદા-જુદા 13 જેટલા મુદ્દાઓને આવરી 10 પાનાની નોટિસ તમામને મોકલી છે. તેમણે કહ્યું કે, અમારી પ્રતિષ્ઠા અને પદને હાનિ પહોંચાડે એવા નિવેદન પોલીસ અધિકારી અને DySPએ કર્યા હતા. જેના પગલે ન્યાયતંત્ર અને કાયદા મુજબ અમારે પૂછવાનો અધિકાર છે. ગેનીબેને પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, LCBના કોન્સ્ટેબલ પ્રકાશ ચૌધરીએ મારા ભાઈને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને કબૂલાત કરવી હતી કે આ દારૂની બોટલ તેની છે. તેમ કહી મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા રાજકીય કિન્નારખોરી રાખી સોશિયલ મિડિયા પર મારા ભાઈને વાયરલ કર્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








