નવજીવન ન્યૂઝ. જૂનાગઢઃ Junagadh News : જૂનાગઢમાં એક બાદ એક કુદરતી આપદાના દૃશ્યો સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં ભારે વરસદાના (Heavy Rain) કારણે જનજીવન વેરવીખેર થઈ ગયું છે. ત્યારે આજે જૂનાગઢમાં મકાન ધરાશાયી (building collapsed) થવાની ઘટના સામે આવી છે. મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે 4થી વધુ લોકો દટાયા હોવાની આશાંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પગલે તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ કાટમાળને ખસેડવા માટે સ્થાનિક લોકોની સાથે JCBની પણ મદદ લેવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. મકાન ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે ચારથી વધુ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મકાન ઘરાશાયી થતાં સ્થાનિક લોકોના ટોળા ઉમટી આવ્યા હતા અને કાટમાળ હટાવાની કામગીરીમાં લાગ્યા હતા. ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ, NDRFની ટીમ અને SDRFની ટીમે રેસ્ક્યુ ઓપશન શરૂ કર્યું હતું.
મકાનના કાટમાળને હટાવવા માટે JCBની મદદ પણ લેવામાં આવી રહી છે. ઘટનના પગલે મ્યુનિશિપલ કમિશનર, કલેક્ટર, મેયર અને સ્થાનિક ધારાસભ્યો સહિતના આગેવાનો મદદ માટે દોડી આવ્યા હતા. ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે મકાન ધરાશાયીની ઘટનાઓ સામે આવતી હોય છે, જોકે આ મકાન જર્જરિત હોવાના કારણે કે, વરસાદી પાણીના કારણે બાંધકામ નબળું થઈ જવાના કારણે ધરાશાયી તે અંગેની સ્પષ્ટતા હજી સુધી સામે આવી નથી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








