તોફિક ઘાચી (નવજીવન ન્યૂઝ, વિરમગામ) : અમદાવાદ જિલ્લાના વિરમગામના (Viramgam) રહેવાસી છેલ્લા ઘણાં વખતથી ગટર ઉભરાવવાની સમસ્યાથી (sewage overflow Issue) પરેશાન છે. વિરમગામવાસીઓની આ પરેશાનીઓનો ઉકેલ છેલ્લા ઘણાં વર્ષોથી આવી રહ્યો નથી. રજૂઆતો થઈ હોવા છતાં વિરમગામ નગરપાલિકા તે બાબતે પણ કોઈ કાયમી ઉકેલ આવે તેવા પગલાં લઈ રહી નથી. ગટર ઉભરાવવાની આ સમસ્યા ચોમાસામાં વઘુ વકરી છે અને તેનાથી રોગચાળો પણ પ્રસરે તેવી સ્થિતિ ઊભી થઈ હોવા છતાં વિરમગામના વાસીઓ હાલમાં તો ગંદકીમાં રહેવા મજબૂર છે.
પ્રાપ્ત વિગત મજુબ, વિરમગામના મુખ્ય બજાર રૈયાપીર દરવાજાથી લઈ બાલાજી મંદિર સુધી બારેમાસ ગટર ઉભરાવવાની સમસ્યા છે. આ વિસ્તારમાં રહેણાંક વિસ્તાર ઉપરાંત દુકાનો હોવાથી આસપાસના ગ્રામજનો ખરીદી કરવા આવે છે. આ મુશ્કેલી અહીંયા રહે છે, વેપાર કરે છે તેમને તો છે જ, પણ આ વિસ્તારમાં ખરીદી કરવા આવનારા પણ તેનાથી પરેશાન છે. ગટર ઉભરાવાથી જે ગંદુ પાણી નીકળે છે તે પખાલીવાસ, ખંભાળવાસ, વેપારી મસ્જિદ, સદ્દામચોક, માછીવાળ, રાણીમાનો વાસ, મંડલીની વાડી, પટેલનો ડેલો, મોહમદી સોસાયટી સહિત ઘણી જગ્યાએ ફરી વળે છે. આ પ્રશ્નની વારંવાર રજૂઆત થઈ અને વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલને (MLA Hardik Patel) પણ આ સમસ્યાથી અવગત કરાવવામાં આવ્યા છે, તેમ છતાં જાણે પ્રજાને પોતાને હવાલે છોડી દેવામાં આવી છે. એક આખા વિસ્તારના લોકો આ રીતે ગટર ઉભરાવવાની સમસ્યાથી ઘણાં સમયથી પીડાય છે, તેમ છતાં તેનો ઉકેલ આવતો નથી. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને જ્યારે ભાષણ આપતાં સાંભળીએ ત્યારે તેઓ મોટા મોટા વાયદાઓ કરતાં જોવા મળે છે, ચૂંટણી દરમિયાન પણ તેમણે વિરમગામના પ્રજાના અવાજ બનવાની વાત કરી હતી, પરંતુ આજે વિરમગામવાસીઓના પ્રશ્ન વિશે હાર્દિક પટેલ સહિત જાણે સૌ આડા કાન કરી રહ્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








