Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadરખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં AMCની કબૂલાત, યુદ્ઘના ધોરણે કામગીરી કરવા આપી બાહેંધરી

રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં AMCની કબૂલાત, યુદ્ઘના ધોરણે કામગીરી કરવા આપી બાહેંધરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News : ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા (Stray Cattle Menace Case) દિવસને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. જેના કારણે ઘણા લોકો મોતને ભેટી રહ્યા છે. રસ્તાઓ પર યમરાજ બની રખડતા ઢોરોને લઈ અવાર-નવાર ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) AMCના બેદરકાર તંત્રને ફટકાર લગાવી ચૂકી છે. જોકે હાલમાં પણ શહેરમાં રખડતા ઢોરને લઈ સ્થિતિ ઠેરને ઠેર જોવા મળી રહી છે. તે વચ્ચે હાઈકોર્ટમાં રખડતા ઢોર મામલે થયેલી સુનાવણીમાં કોર્પોરેશનને પોતાની કામગીરીનું સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં 24 ઓગસ્ટ 2022થી લઈ અત્યાર સુધી રખડતા ઢોર પકડાયા હોવાના આંકડા AMCએ હાઈકોર્ટમાં રજૂ કર્યા છે. તેમજ શહેરમાં રોડ રસ્તા મામલે પણ પ્રવર્તમાન સ્થિતિ અંગે સોંગદનામું રજૂ કર્યું હતું.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન AMCએ જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, 24 ઓગસ્ટ 2022થી લઈ 15 જુલાઈ 2023 સુધીમાં 17 હજાર જેટલા ઢોર પકડવાની કાર્યવાહી AMCના CNDC વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં 32 હજાર જેટલા પશુઓને ટ્રેકિંગ કરવામાં આવ્યા છે. તેમજ 34 હજાર કિલો જેટલો ઘાસચારો પણ જપ્ત કરવામાં આવ્યો છે. AMCએ હાઈકોર્ટને બાહેંધરી આપતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રખડતા ઢોરની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે. રખડતા ઢોરને પકડવાના પ્રયાસો શહેરમાં ચાલુ રહેશે તેવો વિશ્વાસ આપવ્યો છે.

- Advertisement -

બીજી તરફ અમદાવાદ રોડ રસ્તાની ખરાબ પરિસ્થિતિને લઈ AMCએ હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. જેમાં AMCએ જણાવ્યું હતું કે, 7 હજારથી વધુ ખાડા શહેરમાં પડ્યા હતા. જેના સમારકામની કામગીરી AMC દ્વારા કરવામાં આવી છે. હાલમાં શહેરમાં 311 જેટલા ખાડાઓ અને ભૂવા પડેલા છે. જેની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. આજે શહેરના તમામ ખાડાઓ અને ભૂવાઓની કામગીરી પૂર્ણ થઈ જશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular