નવજીવન ન્યૂઝ. રાજકોટ: Gujarat Rain Update: રાજ્યમાં વરસાદી સિઝનમાં (Monsoon 2023) વરસાદનો (Varsad) બીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે રાજકોટ, ગીર સોમનાથ (Gir Somnath) સહિત અમદાવાદ, વલસાડ, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, છોટા ઉદેપુર અને અરવલ્લીમાં પણ આજરોજ સારો વરસાદ જોવા મળ્યો હતો. આજ દિવસના વરસાદના આંકડાની વાત કરીએ તો રાજકોટના જામકંડોરણા અને ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે જુનાગઢના મેંદરડા, રાજકોટના ગોંડલ અને પંચમહાલના હાલોલમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

આજરોજ તારીખ 18 જૂલાઈના રોજ રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળ્યો છે. જેમાં રાજકોટના જામકંડોરણામાં સૌથી વધારે 144 મી.મી. અને ગીર સોમનાથના સુત્રાપાડમાં 123 મી.મી. વરસાદ નોંધાયો છે. ઉપરાંત રાજકોટના ધોરાજીમાં 53 મી.મી., સુરેન્દ્રનગરના દસાડામાં 49 મી.મી., રાજકોટના ઉપલેટામાં 38 મી.મી. આણંદના પેટલાદમાં 38 મી.મી., અમદાવાદના ધોળકામાં 35 મી.મી., ગીર સોમનાથના પાટણ-વેરાવળ 26 મી.મી., વલસાડના ઉંમરગામમાં 20 મી.મી., અમદાવાદના ધોલેરામાં 20 મી.મી., ભાવનગરના વલ્લભીપુરમાં 18 મી.મી., જુનાગઢના માંગરોળમાં 17 મી.મી., ભાવનગરના ઉમરાળામાં 17 મી.મી., છોટાઉદેપુરમાં 15 મી.મી., અમરેલીના બાબરામાં 15 મી.મી., રાજકોટ જેતપુરમાં 12 મી.મી., છોટાઉદેપુરના કવાંટમાં 12 મી.મી., મહિસાગરના ખાનપુરમાં 12 મી.મી., પોરબંદરના કુતિયાણામાં 11 મી.મી., જુનાગઢના વિસાવદરમાં 10 મી.મી., મહિસાગરના કડાણામાં 9 મી.મી., અરવલ્લીના બાયડમાં 9 મી.મી., જુનાગઢના મેંદરડામાં 8 મી.મી., રાજકોટના ગોંડલમાં 8 મી.મી., અને પંચમહાલના હાલોલમાં 8 મી.મી. વરસાદ નોંધાયો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








