નવજીવન.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં મહિલાઓ, યુવતીઓ અને સગીરાઓ ગુમ થવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. ભિલોડા તાલુકાના વણઝર ગામની ૨૧ વર્ષીય યુવતી ઘરેથી મોડાસા લગ્નના કપડાં લેવા જવાનું કહી ગુમ થઇ જતા ભારે ચકચાર મચી છે. ૨૧ વર્ષીય યુવતી ગુમ થતા આખરે પરિવારજનોએ શામળાજી પોલીસ સ્ટેશનમાં પોલીસને જાણ કરતા શામળાજી પોલીસે ગુમ યુવતીને શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ભિલોડા તાલુકાના વણઝર ગામના ગીરીશભાઈ રેવાભાઈ પટેલની ૨૧ વર્ષીય પુત્રી ઘરેથી મોડાસા ખાતે રહેતી બહેનપણી સાથે લગ્નના કપડાં ખરીદી કરવાનું કહી સાંજે બસમાં ઘરે પરત આવી જશેનું જણાવી મોડાસા જવા નીકળ્યા પછી યુવતી મોડી સાંજે ઘરે પરત ન ફરી. યુવતીના પરિવારજનોએ યુવતિનો ટેલિફોનિક સંપર્ક કરતા તેનો મોબાઈલ બંધ આવતા મોડાસામાં રહેતી તેની બહેનપણીનો સંપર્ક કરતા યુવતી તેના સાથે ન હોવાનું જણાવતા પરિવારજનોએ યુવતીની શોધખોળ હાથધરી દીધી હતી. યુવતીનો કોઈ અત્તો પત્તો ન લાગતા પરિવારજનો હાંફળા-ફાંફાળા બન્યા હતા અને શામળાજી પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા. યુવતી ગુમ થવા અંગે તેના પિતાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધી યુવતીની શોધખોળ હાથધરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












