પ્રશાંત દયાળ (નવજીવન.ભુજ): તમે કયાં અને કુળમાં જનમ્યા છો તેના કરતા તમારી અંદર મહેનત કરવાની તાકાત અને મજુબત ઈરાદા કેટલાં છે તે વધુ મહત્વનું છે.ગુજરાતના કચ્છના ભુજમાં રહેતા નિતીન યાદવ (Nitin Yadav) ના આખા ઘરે કયારેય ટેકસ શબ્દ સાંભળ્યો ન્હોતો કારણ ઘરની આવક જ એટલી ઓછી હતી કે તેમને કયારેય કોઈ પણ પ્રકારના ટેકસ સાથે પનારો પડયો ન્હોતો, ભુજના જિલ્લા યુઘ્યોગ કેન્દ્રની બહાર બાજરીનો રોટલો અને શાક વેચવાનો ધંધો કરતા નિતીન યાદવના 25 વર્ષીય પુત્ર વિવેક યાદવે (Vivek Yadav) ગુજરાત સેવા આયોગની પરિક્ષા પાસ કરી ગુજરાતમાં 206 ક્રમ મેળવ્યો હતો જેના કારણે વિવેકની પસંદગી સ્ટેટ ટેકસ ઓફિસર (State Tax Officer)તરીકે થઈ છે.
મુળ રાજસ્થાનના વતની એવા નિતીન યાદવ ચાર દાયકા પહેલા રોજી રોટી માટે ભુજ આવ્યા અને ઘરનું ગુજરાન ચલાવવા માટે બાજરીનો રોટલો અને મગનું શાક બનાવી વેંચવાનો ધંધો શરૂ કર્યો, નિતીન પાસે શિક્ષણ અને પૈસાનો અભાવ હોવાને કારણે તેમની પાસે તો રસ્તા ઉપર ધંધો કરવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો પણ પોતાના બાળકો ભણે તેવી ઈચ્છા હતા, નિતીન યાદવના સંતાનોમાં વિવેકનો લગાવ પહેલાથી શિક્ષણમાં હતો જેના કારણે પેટે પાટા બાંધી વિવેકને ભુજની ઈગ્લીશ સ્કુલમાં પ્રવેશ અપાવ્યો, વિવેકે પોતાની સ્કુલનો અભ્યાસ પુરો કરી કચ્છ યુનિવર્સિટી (Kutch University) માંથી સ્નાતકનો અભ્યાસ પુરો કર્યો.
પિતા અને મોટા ભાઈને મહેનત કરતા જોઈ વિવેકના મનમાં થતુ કે તે પણ પિતાને મદદરૂપ થાય એટલે વિવેકે મેડીકલ સ્ટોરમાં હેલ્પેર તરીકે નોકરી શરૂ કરી પણ ગરીબનું નસીબ પણ ગરીબ જ હોય છે, વિવેક આ દરમિયાન હિમોફોફિલીયા નામની બીમારીનો ભોગ બન્યો જેમાં તેને બે વર્ષ ઘરમાં સંપુર્ણ આરામ કરવો પડયો જો કે ઘરે પથારીવશ થઈ ગયેલા વિવેકને પોતાનું અને પરિવારનું ગરીબ નસીબ બદલવુ હતું, એટલે વિવેકે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી શરૂ કરી, થોડીક બીયત સારી થતાં વિવેક મીલેટરી એન્જીનિયરીંગ સર્વિસમાં આઉટ સોર્સીગ કરતી કંપનીમાં કોન્ટ્રાકટ ઉપર કામ કરવાની શરૂઆત કરી પણ મોટા ભાઈને સતત લાગતુ કે વિવેક ઘર ચલાવવાની પણોજળમાં ફસાયો તો તેની જીંદગી વેરાઈ જશે.
એટલે વિવેકના મોટા ભાઈએ તેને નોકરી છોડાવી પરિક્ષામાં તૈયારી કરવા કહ્યુ ચાલુ વર્ષે જીપીએસસીનું પરિણામ જાહેર થતાં વિવેકનો 206 ક્રમ આવ્યો જેના કારણે તેની પસંદગી સ્ટેટ ટેકસ ઓફિસર તરીકે થઈ છે, પોતાનો દિકરો સરકારી અમલદાર થયો તેનો એટલો આનંદ નિતીન યાદવને છે કે તેને શબ્દોમાં સમજાવી શકાય નહીં.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












