Tuesday, August 11, 2026
HomeGujaratBhavnagarતોડકાંડ કેસમાં યુવરાજસિંહએ કરી જામીન અરજી: કોર્ટમાંથી નિકળતા કહ્યું, “પડદા પાછળનું પિક્ચર...

તોડકાંડ કેસમાં યુવરાજસિંહએ કરી જામીન અરજી: કોર્ટમાંથી નિકળતા કહ્યું, “પડદા પાછળનું પિક્ચર થોડા સમયમાં બહાર આવશે”

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar News: ગુજરાતના ચકચારી ડમીકાંડ કૌભાંડમાં (Dummy Kand) થયેલા તોડકાંડ કેસમાં (Todkand Case) મુખ્ય આરોપી યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) ગતરોજ ભાવનગર કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. જેના પર સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સુનાવણી દરમિયાન તપાસ અધિકારી દ્વારા સોગંદનામું પણ રજુ કરવામાં આવશે. અગાઉ તોડકાંડમાં સંડોવાયેલા યુવરાજસિંહ જાડેજાના બંને સાળાઓ સહિતના તમામ આરોપીઓના જામીન કોર્ટે મંજુર કર્યા હતા. ત્યારે હવે જોવાનું રહ્યું કે સોમવારે યુવરાજસિંહ જાડેજાના જામીન મંજુર કરવામાં આવશે કે નહીં.

ડમીકાંડ કૌભાંડ કેસ ઉજાગર કરનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કેટલાક ચોક્કસ વિદ્યાર્થીઓના નામ જાહેર ન કરવા માટે તોડ કર્યો હોવાનો આક્ષેપ તેમના સાથી મિત્ર બિપિન ત્રીવેદીએ કર્યો હતો. જે બાદ પોલીસ દ્વારા યુવરાજસિંહની પુછપરછ કરવા માટે ભાવનગર SOG દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. યુવરાજસિંહ ભાવનગર SOG સમક્ષ હાજર થતાં સવારથી મોડી સાંજ સુધી તેમની પુછપરછ કરવામાં આવી હતી અને પુછપરછના અંતે રાત્રિના સમયે તેમની ત્યાંથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે આજે યુવરાજસિંહના વકીલ જે. એમ. લક્કડ દ્વારા જામીન અરજી મુકવામાં આવી છે. જામીન અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, તેમને રાજકીય કિન્નાખોરી રાખીને કેસમાં ખોટી રેતી સંડોવી દેવામાં આવ્યા છે અને તેઓ નિર્દોષ છે.

- Advertisement -

તોડકાંડ કેસમાં ક્રમશ રાજુ ઉર્ફે અલફાઝ ખાન પઠાણ, બિપિન ત્રિવેદી, ધનશ્યામ લાધવા, યુવરાજસિંહના સાળા કાનભા અને શિવુભા ગોહિલના જામીન ભાવનગર કોર્ટે મંજુર કર્યા હતા. આજે તોડકાંડ કેસમાં કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, આ દરમિયાન જામીન પર મુક્ત થયેલા 5 આરોપી સહિત જેલમાંથી યુવરાજસિંહ જાડેજા કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, “સત્ય પરેશાન છે પરાજીત નહીં, અમને ન્યાયતંત્ર પર પુરો ભરોસો છે, ચોક્કસપણે ન્યાય થશે, અમારી પાસે હજી પણ એવું ઘણું બધુ છે જે આવનારા દિવસોમાં બાહર આવશે, તોડકાંડમાં જે પણ આર્થિક લેતી-દેતીની વાત છે, તેમાં કોઈ પણ પ્રકારનું ઈન્વોલમેન્ટ નથી, પોલીસે જે પુરાવા રજુ કર્યા છે તેનો પણ આવનારા દિવસોમાં જવાબ આપીશું, હજી એક સાઈડનું પિક્ચર દેખાયું છે, બીજું પડદા પાછળનું જે પિક્ચર છે એ ઘણું બધુ વિશાળ છે, જેનું ટ્રેલર તો આવી ગયું છે, થોડાક સમયમાં પિક્ચર પણ આવે જ છે, હું બહાર આવીશ એટલે ઘણું બધુ નવું જાણવા મળશે.”

ઈનપુટ: હઠીસિંહ ચૌહાણ

Tag: Bhavnagar Dummy Scam , Bhavnagar Todkand Case Update Today

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular