Saturday, June 13, 2026
HomeGujaratપોરબંદરમાં મધદરિયે કાર્ગો જહાજના ક્રૂ મેમ્બરની તબિયત લથડી, કોસ્ટગાર્ડે એરલિફ્ટ કરીને આપ્યું...

પોરબંદરમાં મધદરિયે કાર્ગો જહાજના ક્રૂ મેમ્બરની તબિયત લથડી, કોસ્ટગાર્ડે એરલિફ્ટ કરીને આપ્યું નવજીવન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પોરબંદર: Porbandar News: પોરબંદર કોસ્ટગાર્ડની ટીમ (Coast Guard) મધદરિયે એક ઈમરજન્સી રેસ્કયૂ ઓપેરશન (Rescue Operation) હાથધર્યું હોવાની ઘટના સામે આવી છે. મધદરિયે એક કાર્ગો જહાજના ક્રૂ મેમ્બરની (Crew Member) તબિયત લથડી હતી, જેના પગલે આ બાબતની જાણ કોસ્ટગાર્ડની ટીમને કરવામાં આવી હતી. ત્યાર બાદ કોસ્ટગાર્ડે તાત્કાલિક હોલિકોપ્ટરની મદદથી આ રેસ્કયૂ ઓપરેશન પાર પાડ્યું હતું. ક્રૂ મેમ્બરને હાલ સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. અત્યારે ક્રૂ મેમ્બર સારવાર હેઠળ છે અને તેમની તબિયત સ્થિર હોવાનું માનવમાં આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરના સમુદ્રથી 50 નોટિકલ માઈલ પર કાર્ગો જહાજ પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન સવારના સમયે અચાનક કાર્ગો જહાજના ક્રૂ મેમ્બરની તબિયત લથડતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. જેને લઈ કાર્ગોના અન્ય સ્ટાફાના લોકોએ પોરબંદર કોસ્ટગાર્ડની ટીમેને જાણ કરતા કોસ્ટગાર્ડે તાત્કાલિક હેલિકોપ્ટર સાથે મધદરિયે રેસ્કયૂ ઓપરેશન માટે પહોંચ્યા હતા. જ્યાં કોસ્ટગાર્ડના જવાનોએ તાત્કાલિક ક્રૂ મેમ્બરને હોલિકોપ્ટર મારફતે એરલિફ્ટ કરી તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જોકે સમયસર મદદ મળી રહેતા હાલ ક્રૂ મેમ્બરનો જીવ બચી ગયો હોવાનું સામે આવ્યું છે અને ક્રૂમેમ્બર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

- Advertisement -

દરિયાઈ માર્ગે આવા અનેક કાર્ગો જહાજ પસાર થતાં હોય છે, ત્યારે કેટલાક કિસ્સાઓમાં સમુદ્રમાં આવી રીતે તબિયત લથડતા સમયસર મદદ ન મળવાના કારણે ક્રૂ મેમ્બર્સ જીવ ગુમાવતા હોય છે. પરંતુ આ પ્રકારની ઘટનાને લઈ કોસ્ટગાર્ડની ટીમ સક્રિય છે અને કોઈપણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોય છે.

Tag: Porbandar Coast Guard, Porbandar Airlift

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular