નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં પ્રમાણિક અને ઈમાનદાર છબી ધારવતા અધિકારીઓની પરિસ્થિતી કેવી થાય છે, તેનું ઉદાહરણ છે ચિંતન વૈષ્ણવ (Chintan Vaishnav). વર્ષ 2011માં GPSCની પરીક્ષા પાસ કરીને મામલતદાર (Mamlatdar) બનેલા ચિંતન વૈષ્ણવ 2019માં દાહોદ જીલ્લામાં ફરજ બજાવતા હતા, તે સમયે તેમને સરકારે કોઈ યોગ્ય કારણ આપ્યા વગર ટર્મિનેટ કરવાનો હુકમ કર્યો હતો. સરકારના (Gujarat Government) આ હુકમ સામે ચિંતન વૈષ્ણવે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) પિટિશન કરી હતી. જેનો ચુકાદો કોર્ટે ચિંતન વૈષ્ણવની તરફેણમાં આપ્યો હતો. ત્યારે હવે આજે સરકારે તેમને ફરજ પર પરત લેવાનો આદેશ કર્યો છે.
ઈમાનદાર અધિકારી તરીકેની છબી ધરાવતા ચિંતન વૈષ્ણવની હાઇકોર્ટમા જીત થઈ છે. હાઈકોર્ટે ગુજરાત સરકારને એક મહિના અગાઉ આદેશ કર્યો હતો અને ત્રણ માહિનામાં ચિંતન વૈષ્ણવને ફરજ પર પરત લેવામાં આવે. ત્યારે આજે ગુજરાત સરકારે ચિંતન વૈષ્ણવને ફરી ફરજ પર લેવા માટે આદેશ કર્યો છે અને 7 દિવસમાં મહેસૂલ વિભાગમાં હજાર થવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અગાઉના તમામ પગાર ભથ્થા પણ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.
કોર્ટે જણાવ્યું હતું કે, ચિંતન વૈષ્ણવને ગેરબંધારણીય રીતે ટર્મિનેટ કરવામાં આવ્યા છે. GAD રૂલ્સના ઠરાવ મુજબ જે કાર્યવાહી કરવી જોઈતી હતી તે કરવામાં આવી નથી. જેથી આગામી ત્રણ માહિનામાં તેમને ફરીથી ફરજ પર લેવા અને પગાર ભથ્થા ચૂકવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વર્ષ 2015-16, 2016-17, 2017-18 અને 1 એપ્રિલ 2018થી 2 માર્ચ 2019 સુધીના તેમના કામના મૂલ્યાંકનના આધારે જો બઢતી આપવાની હોય તો તે અંગે પણ વિચારણા કરવામાં આવે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








