Tuesday, March 17, 2026
HomeGujaratબનાસકાંઠાના વડગામમાં કરંટ લાગતા મહિલાને બચાવવા પડેલા પિતા-પુત્ર સહિત ત્રણેયના મૃત્યુ

બનાસકાંઠાના વડગામમાં કરંટ લાગતા મહિલાને બચાવવા પડેલા પિતા-પુત્ર સહિત ત્રણેયના મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વડગામમાં (Vadgam) કરંટ લાગતા (Electric Shock) માતા-પિતા અને પુત્ર મળી ત્રણ લોકોનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ બન્યો છે. કરંટ લાગતા ત્રણ લોકોના મૃત્યુની ઘટનાના પગલે ગામના લોકો પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ ગ્રામજનોએ પોલીસને કરતા છાપી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણ મૃતદહેને પોસ્ટમોર્ટમ માટે વડગામની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. પોલીસે હાલ આ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આ સમ્રગ કરંટ લાગવાની ઘટના કેવી રીતે બની હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

બનાવની મળતી વિગતો મુજબ, બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે આવેલા નાવિસણા ગામે આજરોજ મહિલા સવારે 9 વાગ્યાના સમયે કપડા સૂકાવવા માટે ગયા હતા. તે દરમિયાન તેમના ઘર પાસે આવેલા વીજ થાંભલા સાથે તાર બાંધી કપડા સૂકવાતા સમયે વીજ થાંભલામાંથી અર્થિગ આવતા તારમાં કરંટ પ્રસર્યો હતો. જ્યારે મહિલાએ તારને અડતા જ તેઓ ત્યાં ચોંટી ગયા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા તેનો પુત્ર ઘરમાંથી દોડી આવ્યો હતો અને માતાને બચાવવા જતા તેને પણ કરંટ લાગ્યો હતો. ત્યારે આ સમયે પિતા પણ બંનેને બચાવવા દોડી આવ્યા હતા. તેમને પણ કરંટ લાગતા ત્રણે ઘટનાસ્થળ જ ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. કમનસીબે ત્રણ લોકોને સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ લોકોએ સ્થાનિક પોલીસને કરતા છાપી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડગામની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

- Advertisement -

આ મામલે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસની સિઝન હોવાથી વરસાદના કારણે વીજના થાંભલા કરંટ આવતો હોવાની ઘટના બનતી હોય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular