નવજીવન મુંબઈ: ગોવાથી મુંબઈ પરત ફરેલા કોર્ડેલિયા ક્રુઝ શિપમાં સવાર 1,827 મુસાફરોમાંથી બુધવારે વધુ 139 લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા. આ માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક અધિકારીએ આપી હતી. ઉપરાંત અન્ય 66 લોકો પહેલાથી જ ચેપગ્રસ્ત હતા છે 66માંથી 60 મુસાફરો મુંબઈ પરત ફર્યા હતા જ્યારે છ ગોવામાં ઉતર્યા હતા.
BMC અધિકારીએ જણાવ્યું કે જે મુસાફરોનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ તેમનામાં કોઈ લક્ષણો નથી, તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવશે, જ્યારે લક્ષણોવાળા મુસાફરોને સંસ્થાકીય આઈસોલેશનમાં રાખવામાં આવશે.
અગાઉ, BMCના એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર ડૉ. મંગળા ગોમારેએ કહ્યું હતું કે 143 મુસાફરો કોરોના પોઝિટિવ છે, પરંતુ મોડી રાત્રે મ્યુનિસિપલ કૉર્પોરેશને આ આંકડાઓને સુધારીને 139 કર્યા હતા. આ સાથે ક્રુઝમાં સવાર સંક્રમિતોની કુલ સંખ્યા 209 પર પહોંચી ગઈ છે. દક્ષિણ મુંબઈમાં બલાર્ડપિયર ખાતેના ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ પર પહોંચ્યા બાદ BMCએ જહાજમાં સવાર 1,827 મુસાફરોના સેમ્પલ એકત્રિત કર્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












