નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવી રીતે રોજ હત્યા અને જીવલેણ હુમલાની ઘટનાઓ બની રહી છે. નેતાઓના સુરક્ષિત અને સલામત ગણાતા ગુજરાતના દાવા વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના દરિયાપુર (Dariyapur) વિસ્તારમાં અગમ્ય કારણોસર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. જેમાં 7 જેટલા આરોપીઓ યુવક પર પાઈપ અને લાકડા લઈને તૂટી પડ્યા હતા. જોકે આટલેથી ન અટકતા આરોપીઓ યુવકને પેટના ભાગે છરી મારીને ભાગી ગયા હતા. ઘટનાને પગલે આસપાસ લોકો પણ ઉમટી પડ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને તાત્કાલિક એમબ્યુલેન્સ મારફ્તે સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ યુવકની હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે, યુવક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ સમ્રગ મામલે યુવકની પત્નીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં (Dariyapur Police Station) 7 અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવી વિગત મુજબ દરિયાપુર વિસ્તારમાં રહેતા રવિ પુરોહિત પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાત ચલાવે છે. ગઈકાલે રાત્રે 9 વાગ્યાના સમયે રવિ પુરોહિત પોતાના પાનના ગલ્લા પર ગયા હતા. તે દરમિયાન કોઈ અગમ્ય કાણોસર 6થી 7 જેટલા લોકો તેમના ગલ્લા પર આવ્યા હતા અને રવિ પર લાકડી-પાઈપો લઈને તૂટી પડ્યા હતા. ત્યારે રવિએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જે બાબતને લઈ આરોપીઓ વધુ ઉશ્કેરાયા હતા અને તેમની પાસે રહેલી છરી રવિના પેટના ભાગે મારી હતી. જેના કારણે રવિ જમીન પર લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઘટનાને લઈ લોકો એકત્રિત થઈ જતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ રવિના મિત્રએ તેની પત્નીને કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલા રવિને તાત્કાલિક એમ્બ્યુલેન્સ મારફ્તે સારવાર માટે અસારવાની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
રવિને ગંભીર ઈજાઓ પહોંચતા વેન્ટિલેટર હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ સમ્રગ મામલે રવિના પત્નીએ દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે 7 અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા તપાસ તેજ કરી છે. પ્રથામિક માહિતી મુજબ ધંધાકીય અદાવતમાં આ હુમલાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
Tag: Ahmedabad Crime News Today
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








