Sunday, April 19, 2026
HomeGujaratRajkotરાજકોટ: ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈઓએ જીવ ગુમાવ્યો, યમમરાજ બની ત્રાટકેલી ટ્રકના...

રાજકોટ: ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈઓએ જીવ ગુમાવ્યો, યમમરાજ બની ત્રાટકેલી ટ્રકના ડ્રાઇવરની પોલીસે કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: ગુજરાતમાં રોજ રોડ અકસ્માતના (Road Accident) કારણે લોકોનું અકાળે મૃત્યુ થઈ રહ્યું છે. રોડ અકસ્માત પાછળ વાહનનોની બેફામ ગતિ મુખ્ય કારણભૂત છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના રાજકોટના (Rajkot) માધાપર ચોકડી પાસે સામે આવી છે. જેમાં એકટિવા પર જઈ રહેલા બે સગા ભાઈઓને પૂરઝડપે દોડી રહેલી ટ્રકે અડફેટે લેતા બંને ભાઈઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ લોકોએ પોલીસને કરતા ગાંધીગ્રામ પોલીસની (Rajkot Police) ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આજરોજ સવારે 11 વાગ્યા આસપાસ બે ભાઈઓ માધાપર ચોકડી પાસેથી એકટિવા લઈને કામ પતાવી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે દોડી રહેલી ટ્રકે એકટિવા પર જઈ રહેલા બંને સગાભાઈઓને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બંને ભાઈઓ રસ્તા પર ફૂટબોલની માફક ફંગોળાઈ જમીન પર પટાકાયા હતા. જેના કારણે બંને ભાઈઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આજુબાજુના લોકો ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને 108 એમ્બયુલેન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંને ભાઈઓના મૃત્યુ થયા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. સમ્રગ અકસ્માતની જાણ લોકોએ ગાંધીગ્રામ પોલીસને કરતા પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી અને ટ્રક ડિટેઈન કરી ટ્રકચાલકની તપાસ કરતા ગણતરીના કલોકમાં ટ્રકચાલકની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -

અકસ્માતમાં મૃત્યુ પામનારા ભાવેશ પ્રજાપતિ અને જિતેન્દ્ર પ્રજાપતિ જે બંને સગા ભાઈ હોવાનું સામે આવ્યું છે. જે રાજકોટના કોઠારિયા વિસ્તારના રહેવાસી છે, બે પુત્રોના મૃત્યુ અંગેની જાણ પરિવારને થતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. તેમજ બંને ભાઈમાંથી એક પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular