Friday, April 17, 2026
HomeGujaratGandhinagarગૃહ વિભાગ દ્વારા ગુજરાતના 5 IPS અધિકારીઓને અપાયું પ્રમોશન

ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના 5 IPS અધિકારીઓને અપાયું પ્રમોશન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gujarat IPS Promotion : ગુજરાત પોલીસ (Gujarat Police) બેડામાં અધિકારીઓની બદલીને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં આજે ગુજરાત સરકારે પાંચ IPS અધિકારીઓને પ્રમોશન (IPS Officers Promotion) આપ્યા છે. વર્ષ 2019ની બેચના પાંચ IPS અધિકારીઓને આજે પ્રમોશન આપવમાં આવ્યું છે. તેવામાં આગામી સમયમાં અમદાવાદ પોલીસ કમિશનરની પણ નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ગુજરાતના ગૃહવિભાગ (Gujarat Home Department) દ્વારા પાંચ IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2019ની બેચના અતુલકુમાર બંસલને આસિસ્ટન્ટ કમિશનર (ACP), આલોક કુમારને આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ (ASP), શિવમ વર્માને આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ (ASP), જગદીશ બંગારવાને આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ (ASP) અને અભિષેક ગુપ્તાને આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ (ASP)તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. પ્રમોશન આપવામાં આવેલા તમામ પોલીસ અધિકારીઓનો પે સ્કેલ લેવલ 11 મુજબ પગાર મળશે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે, આગામી ટૂંક સમયમાં ગુજરાતના પોલીસબેડામાં અધિકારીઓની બદલીનો તખ્તો પણ તૈયાર થઈ રહ્યો છે. જોકે છેલ્લા બે મહિનાથી અમદાવાદના પોલીસ કમિશનરની નિમણૂંક કરવામાં આવી નથી. જેના કારણે આ વર્ષે રથયાત્રા પણ ચાર્જમાં ચાલી રહેલા પોલીસ કમિશન દ્વારા જ રથયાત્રા કાઢવામાં આવી હતી. તેવામાં આગામી સમયમાં પોલીસ અધિકારીઓની બદલી થશે તે સમયે અમદાવાદના પોલીસ કમિશનરની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular