Monday, April 20, 2026
HomeGujaratSuratઆ સુરત છે કે બિહાર! ધોળા દિવસે અમદાવાદના વેપારીનું મોઢું દાબી કારમાં...

આ સુરત છે કે બિહાર! ધોળા દિવસે અમદાવાદના વેપારીનું મોઢું દાબી કારમાં અપહરણ કરી ફરાર થયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat Crime News : સુરતમાં (Surat) છેલ્લા કેટલાક દિવસથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી એવી નિર્માણ પામી છે કે જાણે આ સુરત નહીં પરંતું બિહાર હોય! ત્યારે આજે વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં એક અમદાવાદના વેપારીનું (Ahmedabad Businessman) ધોળા દિવસે ભર બજારે જબરજસ્તીથી મોઢું દબાવીને કારમાં બેસાડીને અપહરણ (Kidnapping) કરવામાં આવ્યું છે. આ બનાવ બન્યો ત્યારે આસપાસના લોકો તમાસો જોતા રહ્યા, પરંતું વેપારીને મદદ કરવા માટે કોઈ હિંમત દાખવી ન હતી. સમગ્ર મામલોના હાલ CCTVફુટેજ પણ સામે આવ્યા છે. જોકે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ત્રણ અપહરણકર્તાઓથી વેપારીનો છુટકારો કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના સ્ટોક માર્કેટના વેપારી શક્તિ ધડુક સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવ્યા હતા. તેઓ અહિયાં છેલ્લા પંદર દિવસથી સુરતની એક હોટલમાં રોકાયા હતા. ત્યારે ગઈકાલે શક્તિનું સુરતમાંથી અપહરણ થયું હોવાની ઘટના બની હતી. અપહરણની ઘટના બનતા જ પોલીસે સ્થળ પર આવીને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન તેમને એક CCTV ફુટેજ હાથ લાગ્યા હતા. જેમાં શક્તિને બળજબરીથી મોંઢુ દબાવીને કારમાં અપહરણ કર્યાનું સ્પષ્ટ દેખાતું હતું. CCTVમાં જોવા મળ્યું હતું હતું કે, રસ્તાના કોર્નર પાસે એક કાર પાસે વેપારી અને અપહરણકારો ઊભા છે, તેઓ વચ્ચે બોલાચાલી થાય છે અને ત્યારબાદ અપહરણકારો ઉશ્કેરાઈ જાય છે અને વેપારીને મોંઢે ટુપો આપીને જબરજસ્તીથી કારમાં બેસાડીને અપહરણ કરે છે. વેપારી છૂટવા માટે ઘણા ધમપછાડા પણ કરે છે. તેમ છતાં અપહરણકારો તેને કારમાં બેસાડી દે છે, આ બનાવ બનતા આસપાસના લોકોનું ટોળું પણ એકત્રીત થઈ જાય છે.

- Advertisement -

શક્તિએ સુરતમાં જે વિસ્તારની હોટલમાં રોકાણ કર્યું હતું, તે જ વિસ્તારમાંથી શક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઉતરાણ પોલીસે CCTV ફુટેજના આધારે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન અપહરણકારો સુરતના મોટા વરાછા વિસ્તારમાં હોવાનું પોલીસને જાણ થતાં ત્રણએ આરોપીની ધરપકડ કરીને શક્તિને મુક્ત કરાવ્યો હતો. સુત્રો અનુસાર, શક્તિ ધડુક અમદાવાદમાં સ્ટોક માર્કેટની ઓફિસ ધરાવે છે. શક્તિ અમદાવાદથી સુરત આવી જતાં તેના લેણદારો તેની પાસેથી ઉધરાણી કરી રહ્યા હતા. શક્તિ સુરત આવી જતાં લેણદારો પણ તેનો પીછો કરી રહ્યા હતા. અઢી કરોડની ઉધરાણી બાબાતે શક્તિનું અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત હાલ સામે આવી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular