Sunday, April 19, 2026
HomeNationalમહારાષ્ટ્રમાં પવાર અને પવાર વચ્ચેની લડાઈ રોમાંચક, કાકા-ભત્રીજાનું આજે શક્તિ પ્રદર્શન

મહારાષ્ટ્રમાં પવાર અને પવાર વચ્ચેની લડાઈ રોમાંચક, કાકા-ભત્રીજાનું આજે શક્તિ પ્રદર્શન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈઃ Maharashtra Politics : મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે NCPમાં વિભાજન (NCP Crisis) થયા બાદ શરદ પવાર (Sharad Pawar) અને અજિત પવાર (Ajit Pawar) બંને જૂથોએ પોતાની તાકાત બતાવવા માટે આજે બેઠક બોલાવી છે. એક સાથે યોજાનારી આ બેઠકમાં અજિત પવારના મંચ પર 14 ધારાસભ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે હાલમાં શરદ પવારના મંચ પર 11 મંત્રીઓ અને 2 સાંસદો જોડાયા છે. NCPમાં કુલ 53 ધારાસભ્યો છે. બંને જુથમાંથી જે જૂથમાં સૌથી વધુ ધારાસભ્યોનું સંખ્યાબળ થશે તે જૂથ અસલી NCP હોવાનો બંધારણીય અધિકારનો દાવો કરી શકશે.

અજિત પવારની બેઠકમાં છગન ભુજબળ અને ધનંજય મુંડે ઉપરાંત બાબા આત્રામ, અન્ના બંસોડ, માણિકરાવ કોકાટે, દત્તા ભરને, અદિતિ તટકરે, નરહરિ ઝિરવાલ, સુનીલ શેલ્કે, નિલેશ લંકે, દિલીપ વાલસે પાટીલ, રામરાજે નાઈક નિમ્બાલકર અને હસન મુશ્રીફ હાજર છે. આ સાથે જ ત્રણ MLC અનિકેત તટકરે, અમોલ મિતકારી અને વિક્રમ કાલે પણ અજિત પવારના સમર્થનમાં આવ્યા છે. અજિત પવારના જૂથમાં કેટલા ધારાસભ્યોનું સમર્થન છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. પરંતું અજિત પવાર જૂથની બેઠકમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર છે.

- Advertisement -

મહારાષ્ટ્રમાં NCP vs NCP વચ્ચે મુંબઈમાં એક સાથે બે અલગ-અલગ જૂથની બેઠકો યોજાઈ રહી છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે MET બાંદ્રા ખાતે NCPના તમામ સાંસદો, ધારાસભ્યો, MLC, જિલ્લા વડાઓ અને રાજ્યના પ્રતિનિધિઓની બેઠક બોલાવી છે. જ્યારે શરદ પવારે વાયબી ચવ્હાણ ઓડિટોરિયમમાં તમામ સભ્યોની બેઠક બોલાવી છે. NCPના શરદ પવાર જૂથ વતી પાર્ટીના ચીફ વ્હીપ જિતેન્દ્ર આહવાડે તમામ ધારાસભ્યોને આજની બેઠકમાં હાજર રહેવાનો આદેશ જારી કર્યો હતો. આ દરમિયાન શરદ પવારના ઘરે સિલ્વર ઓક પર તેમના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં લખ્યું છે કે 83 વર્ષીય યોદ્ધા એકલા નીકળ્યા છે.

અજિત પવાર જૂથ સરકારમાં જોડાયા બાદ એકનાથ શિંદેની શિવસેનામાં હલચલ તેજ થઈ ગઈ હોવાની ચર્ચા છે. મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નાગપુર ગયેલા મુખ્યમંત્રી મોડી રાત્રે મુંબઈ પરત ફર્યા હતા. એવું જાણવા મળે છે કે તેઓ મુલાકાત કરીને પાછા ફર્યા હતા.

અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના 53માંથી 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. રાજ્યપાલને લખેલા પત્રમાં 40થી વધુ ધારાસભ્યોના સમર્થન અને તેમના હસ્તાક્ષરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે ઘણા ધારાસભ્યોનો આરોપ છે કે, તેઓએ અજાણતા પત્ર પર તેનો હેતુ જાણ્યા વિના તેમની સહીઓ લગાવી દીધી છે. હજુ સુધી અજિત પવાર કે શરદ પવારે તેમના સમર્થનમાં ધારાસભ્યોને રજૂ કર્યા નથી. પરંતુ NCPના ઘણા નેતાઓએ શરદ પવાર પ્રત્યે તેમની વફાદારી જાહેર કરી છે. અનિલ દેશમુખ, જિતેન્દ્ર આહવાદ, જયંત પાટીલ, રોહિત પવાર, સંદીપ ક્ષીરસાગર અને પ્રાજક્તા પ્રસાદરાવ તાનપુરેએ શરદ પવાર સાથેની તેમની તસવીરો શેર કરી છે અને સમર્થન વ્યક્ત કર્યું છે.

- Advertisement -

હાલમાં અજિત પવાર પાસે NCP પાર્ટીને વિભાજીત કરવા અને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી ટાળવા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી નથી. જો તેમની પાસે પૂરતી સંખ્યા હોય તો તે પાર્ટીના નામ અને ચિન્હનો દાવો કરી શકે છે. આ દરમિયાન 82 વર્ષીય શરદ પવારે સોમવારથી NCPને પાયાના સ્તરેથી ફરીથી બનાવવાનું પોતાનું મિશન શરૂ કર્યું છે. શરદ પવારની ટીમ પક્ષપલટાની ગેરલાયકાત અંગે કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈ રહી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular