નવજીવન ન્યૂઝ. કચ્છઃ Gandhidham ACB Trap : ગુજરાતમાં જંગલની સાચવણી માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે. ત્યારે કેટલાક વન વિભાગના અધિકારીઓ સત્તાનો દુર ઉપયોગ કરીને જંગલને બચાવવા કરતાં ખીસ્સું ગરમ કરવામાં વધુ રસ દાખવતા હોવાની ઘટના અગાઉ અનેક વાર સામે આવી છે. ત્યારે કચ્છના (Kutch) ગાંધીધામમાં (Gandhidham) વધુ એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ખીસ્સુ ગરમ કરવા જતાં ACB ના હાથે ઝડપાઈ ગયો છે. ફોરેસ્ટ ઓફિસરે લાકડાના ગોડાઉનને સીલ કરવાની ધમકી આપીને એક લાખ રૂપિયાની માગણી કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, ગાંધીધામમાં રહેતા ફરિયાદીના પિતરાઇ બહેન નીરવ એન્ટરપ્રાઈઝ નામનું લાકડાનું ગોડાઉન ધરાવે છે. ગાંધીધામના રેન્જ ફોરેસ્ટ ઓફીસર જીતુ ઝીંઝાળા અને તેમનો વચેટીયો ધવલ પ્રજાપતિ ફરિયાદીના લાકડાના ગોડાઉનની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન ગોડાઉનમાં પડેલા લાકડા ગેરકાયદેસર રીતે લાવીને વેચાણ કરતા હોવાનું અને ફોરેસ્ટ ખાતાની પરમિશન લીધી ન હોવાનું જણાવીને વ્યવહાર કરવા માટે એક લાખ રૂપિયાની માગણી કરી હતી, સાથે જ જો આ પૈસાનો વ્યવહાર નહીં કરે તો ગેરકાયદેસરના લાકડા રાખીને વેચાણ કરવાના ગુનામાં કેસ કરીને ગોડાઉનને શીલ કરી દેવાની ધમકી આપી હતી.
ફરિયાદીએ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને કાયદાનો પાઠ ભણાવવા માટે સમગ્ર ઘટના અંગે ACBને જાણ કરીને ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સપેક્ટર ડી. બી. મહેતા દ્વારા ફરિયાદીના ગોડાઉનમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. તે દરમિયાન વચેટીયા ધવલ પ્રજાપતિએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીતુ ઝીંઝાળા સાથે ટેલીફોનીક સંપર્ક કરીને રૂપિયા એક લાખની લાંચ લેવા જતાં ACBના હાથે ઝડપાઈ ગયા હતા. હાલ ABCએ બંને આરોપીને ડિટેઈન કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








