Sunday, April 19, 2026
HomeGujaratGandhinagarIAS દહિયાનું સસ્પેન્શન પાછું ખેંચાયું, ગુજરાત સરકારે આપી નવી જવાબદારી

IAS દહિયાનું સસ્પેન્શન પાછું ખેંચાયું, ગુજરાત સરકારે આપી નવી જવાબદારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gandhinagar News: ગુજરાત કેડરના IAS અધિકારી ડૉ. ગૌરવ દહિયાને (IAS Gaurav Dahiya) ગુજરાત સરકારે (Gujarat Government) ફરજ પર પરત લીધા છે. અગાઉ એક મહિલાએ તેમની સામે ગંભીર આક્ષેપો કરતાં તેમની સામે ઈન્કવાયરી શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત સરકારે ગઈકાલે IAS દહિયાનું સસ્પેન્શન પાછું ખેચ્યું છે અને તેમને નવી જવાદારી સોંપવામાં આવી છે. સામાન્ય વહીવટના એડિશનલ સેક્રેટરી એ. કે. રાકેશ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે અનુસાર IAS દહિયાને ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર (Additional Development Commissioner) બનાવામાં આવ્યા છે.

ગુજરાત કેડરના વર્ષ 2010ની બેચના IAS અધિકારી ગૌરવ દહિયા પર દિલ્હીની એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ગુજરાત સરકારે સમિતી બનાવી હતી. આ સમિતીની તપાસ બાદ વર્ષ 2019માં દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મહિલાનો આરોપ હતો કે, ગૌરવએ દિલ્હીની એક હોટલમાં નશીલા પદાર્થનું સેવન કરાવી તેની સાથે બળાત્કાર કર્યો હતો અને તેના વીડિયો અને ફોટો લીધા હતા. ત્યાર બાદ ગૌરવ મહિલાને લગ્ન કરવા માટે સતત બ્લેકમેઇલ કરતો હતો. ત્યાર બાદ વર્ષ 2018માં તિરૂપતિ બાલાજી મંદિરમાં મહિલા સાથે ગૌરવે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ મહિલાને જાણ થઈ હતી કે, ગૌરવ પરિણીત છે. ગૌરવે લગ્ન બાદ દિલ્હીના સાઉથ એક્સમાં એક ફ્લેટ લીધો હતો. જે મહિલાને રહેવા માટે આપી દીધો હતો અને ગૌરવ ગુજરાત પરત જતો રહ્યો હતો. આ સમય દરમિયાન મહિલા ગર્ભવતી બનતા નવેમ્બર 2018માં મહિલએ બાળકીને જન્મ આપ્યો હતો.

- Advertisement -

ગૌરવ ગુજરાત પરત જતાં રહેતા મહિલાએ વર્ષ 2019માં ગુજરાતના GAD વિભાગમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ ગુજરાત સરકાર દ્વારા પાંચ IAS સભ્યોની કમિટી બનાવી તપાસ સોંપવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 2019માં ગૌરવ દહિયાને રાજ્ય સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આ્યા હતા. બીજી બાજુ ગૌરવ દહિયાના વકીલે આ તમામ આરોપો ખોટા હોવાનું જણાવીને આક્ષેપ કર્યો હતો કે, મહિલાએ વર્ષ 2015માં જ લગ્ન કરી લીધા હતા અને તેમને પહેલાથી જ એક દીકરી હતી જે ગૌરવની બતાવી તેમની પાસેથી પૈસા અને બંગલાની માગણી કરવામાં આવી હતી, પૈસા માટે મહિલા દ્વારા વારંવાર ધમકી પણ આપવામાં આવતી હતી. ત્યારે ગઈકાલે IAS ગૌરવ દહિયાનું સસ્પેન્શન પાછું ખેંચીને તેમને ગાંધીનગરમાં એડિશનલ ડેવલમેન્ટ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ઈન્ચાર્જ એ. બી. રાઠોડને તેમના વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular