નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આરોપીઓ બેફામ બન્યા છે એને પોલીસનો કોઈ ભય જ ન હોય તેમ રસ્તે જતાં લોકોની સાથે લૂંટ, ચોરી, મારમારી અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે વડોદરામાં (Vadodara) એક મહિલાને બે અસમાજિક તત્વો (anti social elements)દ્વારા જાહેરમાં સળગાવવાનો પ્રયન્ત કરવામાં આવ્યો હતો. આ અંગે મહિલાએ વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં (Manjalpur Police Station) બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપીઓ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.
મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી મિથેલેશ સોલંકી તેમના ભત્રીજા સાથે પોતાના એક્ટિવા પર તેમની દીકરીને લેવા માટે સયાજીગંજ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમણે અવધૂત ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બે વ્યક્તિઓ મોટર સાયકલ લઈને આવ્યા હતા અને ફરિયાદીના એક્ટિવા પર લાકડી જેવા હથિયાર વડે હુમલો કરીને તેમને રસ્તા પર ઊભા રાખ્યા હતા અને ફરિયાદી અને તેમના ભત્રીજાને જાહેરમાં ગાળો બોલવા લાગ્યા હતા.
ત્યાર બાદ બે આરોપીઓ પૈકી એક આરોપીએ પોતાની પાસે રહેલી એક બોટલમાંથી પેટ્રોલ કાઢીને મહિલાના કપડાં પર ફેંક્યું હતું અને જીવતી સળગાવવાની ધમકી આપી હતી. ત્યાર બાદ આસપાસના લોકો એકત્રિત થઈ જતાં બંને આરોપીઓ રામ પનાર અને લક્ષ્મણ પનાર નામના બે વ્યક્તિઓ ભાગી ગયા હતા. ત્યાર બાદ એકત્રિત થયેલા લોકોએ 108 મારફતે મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં MLC બાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે મહિલાની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








