Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં AMTS બસે રાહદારીને અડફેટે લેતા વૃદ્ધનું મોત, બસચાલક ફરાર

અમદાવાદમાં AMTS બસે રાહદારીને અડફેટે લેતા વૃદ્ધનું મોત, બસચાલક ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ AMTS Bus Accident :અમદાવાદીઓની જીવાદોરી સમાન સીટી બસે આજે વધુ એક અકસ્માત સર્જાતા એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. અમદાવાદમાં (Ahmedabad) સિટી બસના ચાલકો બેદરાકરી દાખવીને મુસાફરોના જીવના જોખમે બસ ચલાવતા હોવાની અનેક ફરિયાદો અગાઉ સામે આવી ચૂકી છે. તેમ છતાં પણ બસ ચાલકો બેફામ બસ ચલાવતા હોય છે. જેના કારણે અકસ્માત સર્જાતા સામાન્ય લોકોનો ભોગ લેવાતો હોય છે. આજે AMTS બસનો (AMTS Bus) શહેરના શાહપુર વિસ્તારમાં અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત બાદ બસ ચાલક બસ મુકીને ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં આવેલા શાહપુર ચાર રસ્તા પાસે એક ફુલ સ્પિડમાં આવી રહેલી AMTS બસે એક રાહદારીને અડફેટમાં લીધા હતા. રાહદારી વૃદ્ધ પર બસના ટાયર ફરી વળતાં ઘટના સ્થળે જ વૃદ્ધનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જોકે અકસ્માત સ્થળ પર ટોળું થઈ જતાં બસ ચાલક બસ મુકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

- Advertisement -

અકસ્માતનો ભોગ બનનારા વૃદ્ધના પરિવારને અકસ્માત અંગેની જાણ કરીને પોલીસે આ અકસ્માત અંગે બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે, સાથે જ અકસ્માત સ્થળના આસપાસના CCTV ફુટેજ તપાસનીને ફરાર બસ ચાલકની શોધખોળ શરૂ કરી છે. AMTS બસે સામાન્ય જનતાનો ભોગ લીધો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. તાજેતરમાં જ વિશાલા સર્કલ પાસે સિગ્નલ પર લાલ લાઈટ હોવાથી રસ્તા પરના વાહનો થંભી ગયા હતા ત્યારે ફુલ સ્પિડમાં આવી રહેલી એક AMTSએ રિક્ષા અને બે કારને અડફેટમાં લીધા હતા. જેમાં એક બાળકી અને મહિલાને ઈજા પહોંચી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular