નવજીવન ન્યૂઝ. પાટણ: છેલ્લા ઘણાં સમયથી માતા-પિતાનું ધ્યાન ન હોવાને કારણે કયારેક સ્ક્રૂ ગળી લેતા તો કયારેક પાણીની ટાંકીમાં ડૂબી જતા માસૂમ બાળકો મોતને ભેટી રહ્યા છે. આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં લોકો આવી ઘટનાથી બોધપાઠ ન લેતા તેમને રડવા સિવાય બીજું કંઈ બચતું નથી. ત્યારે વધુ એકવાર માતા-પિતાની લાપરવાહીથી માસૂમ બાળકે જીવ ગુમાવ્યો હોવાની ઘટના પાટણ (Patan) જિલ્લાના તરોરા ગામમાંથી સામે આવી છે. ઘરના પ્રાંગણમાં રમતા-રમતા બાળક પાણીની મોટરને અડી ગયો હતો. જે બાદ તેને જોરદાર કરંટ (Electric current) લાગતા ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. જોકે બેભાન હાલતમાં પડેલા બાળક પાસે માતા આવતા તેણે બૂમાબૂમ કરી હતી અને બાળકને ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
બનાવની વિગત મુજબ, પાટણ જિલ્લાના તરોરા ગામમાં આજરોજ સવારના સમયે મહિલા ઘરનું કામ કરી રહી હતી અને તેનું બાળક ઘરના પ્રાંગણમાં રમી રહ્યું હતું. મહિલા કામમાં એટલી વ્યસ્ત હતી કે, તેને બાળક બહાર શું કરી રહ્યું છે તેની પણ તેને ખબર ન હતી. આ દરમિયાન ઘરના પ્રાંગણમાં પાણીની મોટર ચાલુ હતી. 3 વર્ષીય બાળક રમતા-રમતા પાણીની મોટર પાસે પહોંચી તેને અડતા જ કરંટ લાગ્યો હતો. જેને કારણે તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. જ્યારે મહિલા બહાર આવી ત્યારે તેનું બાળક જમીન પર પડ્યું હતું અને કંઈ પણ પ્રકારની હલનચલન કરતું ન હતું. જે બાદ મહિલાએ બૂમાબૂમ કરતા આડોશ-પાડોશના લોકો પણ દોડી આવ્યા હતા. બાળકને તાત્કાલિક સારવાર માટે ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત્યુ જાહેર કર્યું હતું.
બાળકના મૃત્યુથી પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. જ્યારે વધુ એકવાર વાલીઓની બેદરકારીના કારણે આજે એક પરિવારને પોતાનું માસૂમ બાળક ગુમાવવું પડ્યું છે. ગતરોજ પણ પાટણમાંથી વાલીઓ માટે આંખ ઉઘાડતી ઘટના સામે આવી હતી, જ્યાં માતા ઘરના કામમાં વ્યસ્ત હોવાથી 2 વર્ષીય બાળક રમતા-રમતા ઘરમાં બનેલી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતા તેનું મૃત્યુ થયું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








